સોનિયા-રાહુલ ઈચ્છે તો 2024મા 100 સીટો પર સમેટાઇ જશે ભાજપ: CM નીતિશ કુમાર

PC: outlookindia.com

બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમાર સતત વિપક્ષી એકજૂથતાની વકીલાત કરી રહ્યા છે. તેના માટે તેમણે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે ઘણી બેઠક કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં સાથે લડવાની તેમને અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. આ અગાઉ તેઓ રાહુલ ગાંધીને પણ મળવા માટે દિલ્હી તેમના આવાસ પર પહોંચ્યા હતા.

નીતિશ કુમારે ફરી એક વખત ભાજપ વિરોધી ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે હવે બૉલ કોંગ્રેસના પક્ષમાં નાખી દીધો છે અને સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીને વિપક્ષી એકતાની પહેલ કરવા માટે કહ્યું છે. તેમણે પટનામાં આયોજિત CPI-MLના રાષ્ટ્રીય કન્વેન્શનને સંબોધિત કરતા કહ્યું કે, મેન દિલ્હી જઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે કોંગ્રેસે આગળનો નિર્ણય લેવો જોઈએ. જો આપણે બધા મળી જઈએ તો ભાજપ 100 કરતા પણ ઓછી સીટો જીતી શકશે. એટલે કોંગ્રેસે વિપક્ષી એકજૂથતામાં મોડું ન કરવું જોઈએ.

નીતિશ કુમાર સાથે જ તેજસ્વી યાદવે પણ કહ્યું કે, કોંગ્રેસ રિજનલ પાર્ટીઓને ડ્રાઇવિંગ સીટ પર આવવા દે. જ્યાં ભાજપ સાથે સીધી સ્પર્ધા છે ત્યાં કોંગ્રેસ ટક્કર લે. કોંગ્રેસે હવે મોડું ન કરવું જોઈએ. તો તેજસ્વી યાદવે આ દરમિયાન ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ સાથે રહેવા પર તમારા પર ગમે તેટલો ડાઘ લાગ્યો હશે, વોશિંગ મશનીની અંદર સાફ કરી દેવામાં આવશે. તમે બધા આલોકો દેશના સંવિધાનને બચાવવા માટે લડી રહ્યા છો એટલે અમે તમારો આભાર માનીએ છીએ.

આજે દેશનો માહોલ અને પરિસ્થિતિ એવી છે કે ભાજપ વિરુદ્ધ બોલવા પર તમારા પર છાપેમારી કરવામાં આવશે, ચરિત્ર હનન કરવામાં આવશે, છબી બગાડવામાં આવશે કે જેલ મોકલવામાં આવશે અને જો તમે ભાજપ સાથે રહેશો તો તમે હરિશ્ચંદ્ર કહેવાશો. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવના નિવેદનોને લઈને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, જો તમે ઈચ્છો છો તે જ કોંગ્રેસ પણ ઈચ્છે છે. ક્યારેક ક્યારેક પ્રેમમાં પણ એક સમસ્યા આવી જાય છે. પહેલા I Love You કોણન કહેશે. માનું છું કે વિપક્ષી એકજૂથતા જલદી થવી જોઈએ.

નીતિશ કુમારના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, બિહારમાં ઉધારીના તેલથી પોતાના દીવા પ્રકાશિત કરી રહ્યા છે, તેઓ શું ભારતને નવો દિવસ દેખાડશે. 17 વર્ષમાં બિહારનો વિકાસ થયો નથી અને નીતિશજી એક મહિનામાં સમાધાન શોધી રહ્યા છે. તેમના શાસનથી રાજ્ય ઉપર આવી શક્યું નથી અને વડાપ્રધાન માટે એકજૂથતાની શોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp