MPની જેમ રાજસ્થાનમાં પણ સાંસદોને ટિકિટ આપી, ઝંડા સળગાવ્યા

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની ચિંતા વધી ગઇ છે. ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા 41 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવાની સાથે જ અનેક જગ્યાઓ પર પાર્ટીના નેતાઓ અને સમર્થકોએ બળવો શરૂ કરી દીધો છે. પાર્ટી તરફથી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ મેળવવાની અપેક્ષા રાખનારા સંભવિત ઉમેદવારોના સમર્થકોએ જ્યારે પહેલી યાદી જોઇ તો પોતાની નારાજગી વ્યક્ત કરવાની શરૂ કરી દીધી હતી.

રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન થવાનું છે. આ માટે ભાજપે સોમવારે 41 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

ભાજપે સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડને જોતવાડા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જેના કારણે પાર્ટી વતી આ સીટ પરથી ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય રાજપાલ સિંહ શેખાવતના સમર્થકો વિરોધમાં ઉતરી આવ્યા છે. શેખાવતના સમર્થકોએ જોતવારા બેઠક બચાવવા માટે 'પેરાશૂટ' ઉમેદવારને હટાવવાના નારા લગાવ્યા હતા.

શેખાવતના સમર્થકોના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ મંત્રી શેખાવતને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના માનવામાં આવે છે અને ટિકિટ ન મળતાં તેઓ સોમવારે મોડી રાત સુધી રાજે સાથે બેઠક પણ કરી હતી. મીડિયા સાથે વાત કરતા શેખાવતે કહ્યું કે પાર્ટીના 41 ઉમેદવારોની યાદીમાંથી 10 તો બળવાખોર છે.

ભાજપે કોટપુતલી બેઠક પરથી હંસરાજ પટેલને ટિકિટ આપી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરનાર મુકેશ ગોયલના સમર્થકોએ પટેલની ઉમેદવારીનો વિરોધ કરવા પાર્ટીના ના ઝંડા સળગાવ્યા હતા. ગોયલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોટપુતલીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડશે અને રાજસ્થાનમાં તે 40-50 સીટો જ મળશે.

એ જ રીતે પૂર્વ મંત્રી રોહિતેશ શર્માએ પણ ભાજપની ટિકિટની જાહેરાત સામે બળવો કર્યો છે. તેમને બાનાસુર વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ મળવાની અપેક્ષા હતી, પરંતુ ભાજપે અહીંથી દેવી સિંહ શેખાવતને ટિકિટ આપી છે.

રોહિતાશ શર્માએ કહ્યું કે લોકોને ટિકિટ વિતરણ વ્યવસ્થાથી વિચલિત થવાની જરૂર નથી. અગાઉ પણ લોકોને જાતિ અને પૈસાના આધારે ટિકિટ મળી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. કિશનગઢથી ભાજપની ટિકિટ પર છેલ્લી વિધાનસભા ચૂંટણી લડનાર વિકાસ ચૌધરીનું નામ પણ આ યાદીમાં નથી.

ભાજપે અહીંથી અજમેરના સાંસદ ભગીરથ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીની યાદી જાહેર થયા બાદ ચૌધરીએ 'X' પર લખ્યું, "મેં પ્રામાણિકતાથી કામ કર્યું છે." મંગળવારે કિશનગઢમાં તેમના સમર્થકોને સંબોધિત કરતી વખતે ચૌધરીએ કહ્યું કે જનતા-જનાર્દનનો આદેશ સર્વમાન્ય છે, તેઓ તેનું પાલન કરશે.

ભરતપુર નગર વિધાનસભા મતવિસ્તારમાંથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અનિતા સિંહે પક્ષની ટિકિટ ન મળવા છતાં ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. સિંહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે,એક વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે જેના ડિપોઝીટ જપ્ત થશે. અનિતા સિંહ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે જૂથના હોવાનું માનવામાં આવે છે.

ભાજપે નેનગર વિધાનસભા બેઠક પરથી જવાહર સિંહ બેદમને મેદાનમાં ઉતાર્યા છે. બેદમે 2018ની વિધાનસભાની ચૂંટણી કામાંસી બેઠક પરથી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદીમાં વિદ્યાધર નગરના વર્તમાન ધારાસભ્ય નરપત સિંહ રાજવીનો પણ સમાવેશ કર્યો નથી. પાર્ટીએ આ સીટ પર રાજસમંદ સાંસદ દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા છે. રાજવીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાજવી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતના જમાઈ છે.

ભાજપે સોમવારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 41 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી, જેમાં રાજ્યવર્ધન રાઠોડ અને બાલકનાથ સહિત સાત વર્તમાન સાંસદોના નામ પણ સામેલ છે. જેમાંથી એક રાજ્યસભામાંથી જ્યારે છ લોકસભામાંથી છે. પાર્ટીએ ગત ચૂંટણીમાં હારેલા 12 ઉમેદવારોને બીજી તક આપી છે.

માત્ર રાજસ્થાનમાં જ નહીં, પરંતુ મધ્ય પ્રદેશમાં પણ સાંસદોને ટિકીટ અપાતા ભાજપ નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.