
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ધમાસાણ વચ્ચે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આજે અમે મહાવિકાસ અઘાડી (MVA) સાથે છે, પરંતુ વર્ષ 2024માં થનારી ચૂંટણીમાં સાથે રહેશે કે નહીં, તેની બાબતે અત્યારે કંઈ કહી નહીં શકાય. શરદ પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેમના ભત્રીજા અજીત પવાર ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થવાને લઈને ચર્ચાઓ જોરો પર છે.
શરદ પવારે અમરાવતીમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘શું વર્ષ 2024માં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી મળીને ચૂંટણી લડશે?’ તેના પર શરદ પવારે કહ્યું કે, આજે અમે મહાવિકાસ અઘાડીનો હિસ્સો છીએ અને અમારી સાથે કામ કરવાની ઈચ્છા છે, પરંતુ માત્ર ઈચ્છા જ રાજનીતિમાં હંમેશાં પૂરતી નથી. સીટોની વહેચણી, કોઈ સમસ્યા છે કે નહીં. આ બધા પર અત્યારે ચર્ચા થઈ નથી. તો હું તમને આ બાબતે કેવી રીતે કહી દઉં.
શરદ પવારે અમરાવતીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે તોડફોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે, તેનાથી રાજ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે રાજનીતિ કરવી છે, તેઓ એવી રાજનીતિ કરે, પરંતુ અમે જે કરવા માગીએ છીએ એ અમે કરીશું. શરદ પવારે ફરી એક વખત અદાણી મુદ્દા પર વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી JPC તપાસની માગનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, JPCમાં 21 સભ્ય હશે. તેમાંથી 15 સત્તાધારી, જ્યારે 6 વિપક્ષી સાંસદ હશે. એવામાં JPC કમિટીનુંનો શું નિર્ણય હશે, તેની બાબતે બોલવાની જરૂરિયાત નથી.
મેં કહ્યું હતું કે, આ બાબતે JPC નહીં, સુપ્રીમ કોર્ટની સમિતિ વધુ પ્રભાવિત રહેશે. આ જ વાત મેં પહેલા પણ કહી હતી. જો એ છતા વિપક્ષી પાર્ટીઓ JPC માગ કરે છે તો હું તેમની સાથે રહીશ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શરદ પવારના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, શરદ પવાર ખૂબ અનુભવી નેતા છે. તેમનું આ નિવેદન ખૂબ મહત્ત્વનું છે. તેમના નિવેદનમાં ખૂબ ગંભીરતા હોય છે જે વિચારવું હોય એ વિચારો.. હું એટલું જ કહીશ.
મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલી રહી છે. અહીં એક તરફ સંજય રાઉત શિંદે-ફડણવીસ સરકાર પડવાનો દાવો કરી રહ્યા છે તો અજીત પવાર ભાજપ સાથે જવાની ચર્ચા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, NCPના 53 ધારાસભ્યોમાંથી લગભગ 30-34 ધારાસભ્યો સાથે-ફડણવીસ સરકારનો હિસ્સો બની શકે છે. એટલું જ નહીં દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે, અજીતને NCPના પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, છગન ભુજબલ, ધનંજય મુંડે જેવા પ્રમુખનું સમર્થન મળ્યું છે. જો કે, શરદ પવાર ફરી એક વખત તેમના મિશનમાં રોડો બનતા દેખાઈ રહ્યા છે.
શરદ પવારે રવિવારે NCPમાં ફૂટની અટકળોને લઈને પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે, જો કોઈ અલગ થવાનો પ્રયાસ કરી રહ્યું છે તો આ તેમની રણનીતિ છે અને તે એમ કરી રહ્યા હશે. જો અમારે કોઈ સ્ટેન્ડ લેવાનું છે, તો અમે સખત સ્ટેન્ડ લઈશું, તેના પર કંઈ પણ બોલવાનું યોગ્ય નથી કેમ કે અમે આ બાબતે કોઈ ચર્ચા કરી નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્ય છે. રાજકીય સમીકરણો અને પાર્ટની સ્થિતિ પર નજર નાખીએ તો NDA ગઠબંધન સાથે જે પાર્ટી છે, તેમના ધારાસભ્યોની સંખ્યા 162 છે. તો વિપક્ષી ગઠનબંધન મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો તેમની પાસે કુલ 121 ધારાસભ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp