ભારતનો GDP 7.2% રહેતા, BJPનો રાજન પર હુમલો, કહ્યું- તેઓ નિરાશાવાદી...

PC: twitter.com/amitmalviya

બુધવારે જાહેર સરકારી આંકડાઓ પરથી જાણકારી મળે છે કે, નાણાકીય વર્ષ 2022-23 માં ભારતીય અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરથી વધી. એવામાં BJPએ રાહુલ ગાંધી અને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની એ વાતચીત પર નિશાનો સાધ્યો છે, જેમા પૂર્વ RBI ગવર્નરે કહ્યું હતું કે, ભારત આવતા વર્ષે 5%નો વૃદ્ધિ દર હાંસલ કરી લે તો ભાગ્યશાળી હશે. હવે BJPએ રઘુરામ રાજનને નિરાશાવાદી કહ્યા છે. BJP નેતા અમિત માલવીયે ટ્વિટ કર્યું, તથ્ય એ છે કે, ભારતે નાણાકીય વર્ષ 2022-23માં GDPમાં 7.2 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તેમણે લખ્યું, કોંગ્રેસના સમર્થક ગંદકી માંગનારી માખીઓ જેવા છે. તેમને એક સ્વચ્છ જગ્યા પણ આપી દો તો પણ તેઓ ગંદકી જ શોધશે.

રઘુરામ રાજનની નિરાશાજનક ભવિષ્યવાણી માટે તેમના પર નિશાનો સાધતા અમિત માલવીયએ લખ્યું, તેઓ સ્વાભાવિકરૂપે જ દુઃખી છે, તેઓ એક અબજ લોકોને ભૂખ્યા જોવા માંગે છે જેથી, તેઓ પોતાની ઉત્તમ દારૂ પીતા ભારતની ગરીબી પર બોલી શકે. રઘુરામ રાજન અને રાહુલ ગાંધીની વચ્ચે વાતચીત ડિસેમ્બર 2022માં થઈ હતી, જ્યારે રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રા પર હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે રઘુરામ રાજન પણ રાજસ્થાન પહોંચ્યા હતા. તેમણે આર્થિક વિકાસને લઇને રાહુલ ગાંધીના સવાલોનો જવાબ આપતા કહ્યું હતું કે, વૈશ્વિક પરિસ્થિતિ અને રશિયા- યૂક્રેન યુદ્ધના કરણે આ વર્ષ ભારત અને દુનિયા માટે પડકારજનક રહેશે. તેમણે આગળ કહ્યું હતું કે, તેના કારણે ભારતની ઇકોનોમી માટે મુશ્કેલીઓ ઊભી થશે.

BJPના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રઘુરામ રાજનને જેમ્સ બોન્ડ રાજન કહીને સંબોધ્યા હતા અને તેમના વિશે વાત કરતા કહ્યું હતું કે, સેલિબ્રિટી અર્થશાસ્ત્રીના રૂપમાં રાજકીય મતલબ વાળા વૂડૂ અર્થશાસ્ત્રીની પોતાની મર્યાદાઓ છે. 2022માં રાહુલ ગાંધીની સાથે પોતાની વાતચીતમાં રઘુરામ રાજને કહ્યું હતું કે, આવતું વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે તેમજ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે હજુ વધુ મુશ્કેલીભર્યું હશે. રઘુરામ રાજને કહ્યું હતું કે, ભારત 5% નો વિકાસ દર હાંસલ કરવા માટે સંઘર્ષ કરશે કારણ કે, પ્રમુખ વ્યાજ દરો વધ્યા છે અને નિકાસ ધીમો થઈ ગયો છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે આવતા વર્ષે 5 ટકાના દરથી વૃદ્ધિ કરી શકીએ તો આપણે ભાગ્યશાળી હોઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp