કર્ણાટકઃ કોંગ્રેસ ઉમેદવાર 160 મતથી જીતી ગયેલા પણ ફરી ગણતરી કરતા BJP 16 મતથી જીતી

PC: gnttv.com

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. 224 વિધાનસભા સીટોવાળા દક્ષિણના દ્વાર પર કોંગ્રેસે 135 સીટ જીતીને ભાજપને પછાડી દીધી છે. ભાજપ અહીં 66 સીટો પર જ સમેટાઇ ગઈ છે. કર્ણાટકમાં પરિણામો વચ્ચે એક સીટ એવી પણ છે, જ્યાં મતગણતરી દરમિયાન જોરદાર હોબાળો થયો. આ સીટ પર પહેલા તો 160 વૉટથી કોંગ્રેસના ઉમેદવારને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ રી-કાઉન્ટિંગ થવા પર 16 વૉટથી ભાજપના ઉમેદવારે જીત હાંસલ કરી.

આ આખી પ્રક્રિયા વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી નેતાઓએ મતગણતરી કેન્દ્ર પર જોરદાર હોબાળો કર્યો. આ આખો હોબાળો કર્ણાટકની વિજયનગર સીટના SSMRV કૉલેજ મતગણતરી કેન્દ્ર પર થયો. અહીં ભાજપે સી.કે. રામમૂર્તિને મેદાનમાં ઉતાર્યા હતા, તો કોંગ્રેસ તરફથી પ્રદેશ એકાઈના કાર્યકારી અધ્યાક્ષ રામલિંગા રેડ્ડીની દીકરી સૌમ્ય રેડ્ડી ચૂંટણી લડી રહી હતી. શનિવારે (13 મેના રોજ) આ સીટ પર મતગણતરીના અંતિમ સમય પર તણાવની સ્થિતિ બની ગઈ.

મતગણતરી બાદ મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડીને 160 વૉટથી વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા. પરિણામ સામે આવ્યા બાદ ભાજપના ઉમેદવાર સી.કે. રામમૂર્તિ ફરી મતગણતરી કરાવવાની માગ પર અડી ગયા. તો સૌમ્યા રેડ્ડી અને તેમના પિતા રામલિંગા રેડ્ડીએ તેનો વિરોધ કયો. હોબાળા વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પણ ત્યાં પહોંચી ગયા અને ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા. આ દરમિયાન જયનગરના મતગણતરી સેન્ટર પર રી-કાઉન્ટિંગ શરૂ કરવામાં આવી અને આ વખત 16 વૉટથી ભાજપના ઉમેદવાર સી.કે. રામમૂર્તિએ જીત હાંસલ કરી.

ત્યારબાદ મોડી રાત્રે આ સીટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જો કે, કોંગ્રેસે રી-કાઉન્ટિંગમાં ભાજપના ઉમેદવારની જીત બાદ અધિકારીઓ પર સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો. રામલિંગા રેડ્ડીએ કહ્યું કે, સરકારી મશીનરીએ સી.કે. રામમૂર્તિને ફાયદો પહોંચાડ્યો. સી.કે. રમામૂર્તિને 17,797 વોટ મળ્યા, જ્યારે તેમના પ્રતિદ્વંદ્વી સૌમ્યા રેડ્ડીને 57,781 વોટ મળ્યા. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની જીત પર કોંગ્રેસ આખા દેશમાં સેલિબ્રેશન મનાવી રહી છે.

તમામ કોંગ્રેસી આ જીતનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા એક દશકથી રાજનૈતિક અસ્થિરતથી ઝઝૂમી રહી છ. વર્ષ 2014 બાદ અત્યાર સુધી 50 કરતા વધુ ચૂંટણીમાં કોંગ્રેસને હાર મળી છે, પરંતુ છેલ્લા 6 મહિનાની અંદર કોંગ્રેસની આ બીજી મોટી જીત છે. પહેલા હિમાચલ પ્રદેશ અને અને હવે કર્ણાટક. કોંગ્રેસ એમ પણ કહી રહી છે કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 20 વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થઈ, જેમાંથી ભાજપ માત્ર 2 વિધાનસભા ક્ષેત્રોમાં જીતી છે, જ્યારે 15 વિધાનસભા ક્ષેત્રોમાં કોંગ્રેસને જીત મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp