ભાજપની મહિલા નેતા ગાયબ, જબલપુરમાં છેલ્લું લોકેશન મળ્યું હતું

PC: saamtv.com

ભારતીય જનતા પાર્ટીની એક મહિલા નેતા અચાનક ગાયબ થઈ ગઈ છે. તેણી તેના પરિચિત વ્યકિતને મળવા માટે નાગપુરથી જબલપુર ગઈ હતી. મહિલા નેતાના ગુમ થવાના સમાચાર મળતા જ નાગપુરમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ મહિલાનું છેલ્લું લોકેશન જબલપુર હતું.  ભાજપની મહિલા નેતા જેને મળવા જબલપુર ગઈ હતી તેનો ગુનાહિત રેકોર્ડ હતો અને તે ગેરકાયદેસર ધંધા સાથે પણ સંકળાયેલો છે, જેના કારણે અપ્રિય ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે તપાસમાં ઝડપ વધારી દીધી છે.

જાણવા મળેલી માહિતી મુજબ જબલપુરથી ગુમ થયેલી બીજેપી મહિલા નેતા સના ખાન જણાવવામાં આવી રહી છે. સના ભાજપના લઘુમતી સેલની પદાધિકારી હતી તેના ગુમ થવા પાછળ જબલપુરનો ગુનેગાર અમિત ઉર્ફે પપ્પુ સાહુ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ પપ્પુ પણ ગાયબ છે.

સના 1 ઓગસ્ટની રાત્રે પપ્પુને મળવા જબલપુર ગઈ હતી. 2 ઓગસ્ટની સવારે સનાએ તેની માતા સાથે વાત કરી અને જબલપુર પહોંચવાની જાણકારી આપી. પરંતુ સાંજે સનાની માતાએ ફોન કર્યો ત્યાં સુધીમાં ફોન સ્વીચ ઓફ હોવાનું જાણવા મળ્યું હતું. સના સાથે કોઈ સંપર્ક ન થવાથી પરિવારના સભ્યો પરેશાન છે, પપ્પુને પણ બોલાવવામાં આવ્યો હતો, તેણે કહ્યું કે સના વિવાદ બાદ પરત ચાલી ગઇ હતી. સનાની માતાએ પુત્રી ન મળતાં નાગપુરની માનકાપુર પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળેલી  વિગત મુજબ પપ્પુ જબલપુરમાં ધાબા ચલાવે છે. તેની સામે હત્યા સહિત દારૂની હેરાફેરીના કેસ નોંધાયેલા છે. લાખો રૂપિયાની લેવડ-દેવડ બાબતે વિવાદ થયો હતો. મામલો થાળે પાડવા પપ્પુએ સનાને જબલપુર બોલાવી હતી. આશરે 40 વર્ષની મહિલા નેતા સના 1 ઓગસ્ટની રાત્રે અમિત ઉર્ફે પપ્પુ સાહુને મળવા ગઈ હતી.

2 ઓગસ્ટની સવારે તેણે તેની માતાને ફોન કરીને જણાવ્યું કે તે જબલપુર પહોંચી ગઈ છે. તેણે પુત્રને શાળાએ જવા વિશે પણ પૂછ્યું. ત્યારથી તેનો કોઈ પત્તો નથી.

માનકાપુર પોલીસે તરત જ એક ટીમ જબલપુર મોકલી અને મધ્ય પ્રદેશ પોલીસની મદદથી મહિલા નેતા, અમિત સાહુ અને તેના ભાઈ મનીષની શોધખોળ કરી, પરંતુ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો. એક મહિના પહેલા સાહુએ મહિલા નેતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp