દેશ માટે કાળો શુક્રવારઃ હીરાબા અને પેલેનું નિધન, પંતનો અકસ્માત

PC: twitter.com

આજે શુક્રવારનો દિવસ છે. પરંતુ આ શુક્રવાર કોઈ બ્લેક ફ્રાઈડેથી ઓછો નથી. સવારે જ ત્રણ દુખદ ઘટનાઓ સામે આવી છે. અડધી રાતે દુનિયાના સૌથી મહાન ફુટબોલરમાંના એક પેલેના નિધનની ખબર મળી. જેના પછી શુક્રવારે સવારે 3.30 વાગ્યે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું હતું. જેના પછી બીજી એક દુખદ ખબર સામે આવી છે. ભારતીય ક્રિકેટર પંતની કારનો હરિદ્વારમાં અકસ્માત થયો છે. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી છે.

પંતનો અકસ્માત

ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત થયો છે. તેને ઘણી ઈજા આવી છે. આ ઘટના દિલ્હીથી રુડકી જતી વખતે ગુરુકુલ નારસન ક્ષેત્રમાં શુક્રવારે સવારે થયો હતો. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.  આ ઘટના પછી તેની કારમાં ભીષણ આગ પણ લાગી ગઈ હતી. ઘટના પછી પંતને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. ડૉક્ટરોના કહેવા પ્રમાણે, રિષભ પંતને પગમાં ગંભીર ઈજા આવી છે. તેની પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે, પંતને મેક્સ દેહરાદૂનમાં લઈ જવામાં આવ્યો છે. પંતની કાર ઘણી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. ભારતીય ક્રિકેટરના કેટલાંક ફોટા પણ સામે આવ્યા છે, જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હોવાનું દેખાય છે.

PM મોદીના માતા હીરાબાનું નિધન

PM મોદીની માતા હીરાબાએ અમદાવાદમાં આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં શુક્રવારે સવારે 3.30 વાગ્યે થયું હતું. હીરાબાને મંગળવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરના શ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા હતા. PM મોદીએ માના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. આ પહેલા પીઅમે મોદીએ માતાના પાર્થિવ શરીરને કાંધ પણ આપી હતી.

બ્રાઝિલ ફુટબોલર પેલેનું નિધન

બ્રાઝિલના ફુટબોલર પેલેનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. પેલેની છોકરી કેલી નૈસિમેંટોએ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના નિધનની જાણકારી આપી હતી. 20મી સદીના મહાન ફુટબોલર પેલને કોલન કેન્સર હતું અને છેલ્લા કેટલાંક દિવસોથી તે સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ હતા. મોટેભાગે ફોરવર્ડ પોઝીશન પર રમનારા પેલેને દુનિયાના સૌથી મહાન ફુટબોલર કહેવું ખોટું નથી. પેલે જેવો ખેલાડી કદાચ જ આવનારા સદીઓ સુધી પેદા થાય. પેલેનું ઓરિજીનલ નામ એડસન એરેન્ટેસ ડૉ નાસિમેંટો હતું. પરંતુ શાનદાર ખેલના લીધે તેને બીજા ઘણા નામોથી પણ ઓળખવામાં આવતો હતો. પેલેને બ્લેક પર્લ, કિંગ ઓફ ફુટબોલ, કિંગ પેલે જેવા ઘણા નિકનેમ મળ્યા છે. પેલે પોતાના જમાનાના સૌથી મોંઘી ફુટબોલર્સમાંનો એક હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp