BJPના મહિલા નેતાના દીકરા પર બોમ્બથી હુમલો, સામે આવ્યા CCTV ફુટેજ

PC: postsen.com

પ્રયાગરાજમાં ફરી એકવાર બોમ્બની દહેશત જોવા મળી. ગુરુવારની રાત્રે BJP નેતાના દીકરા પર બોમ્બ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ મહિલા નેતાના દીકરાની કાર પર બે બોમ્બ ફેંક્યા હતા. હુમલામાં કાર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. સારી વાત એ રહી કે આ સફારી ગાડીમાં બેઠેલા મહિલા નેતાના પુત્ર અને તેના સાથીનો જીવ બચી ગયો. બોમ્બમારાનો વીડિયો પણ સામે આવ્યો છે. બોમ્બમારાની આ ઘટના પ્રયાગરાજના ઝૂસી વિસ્તારની આવાસ વિકાસ કોલોનીનો છે. વિજયલક્ષ્મી ચંદેલ BJPની જિલ્લા મંત્રી છે અને તે થાનાપુર ગ્રામસભામાં ગ્રામ પ્રધાન પણ છે. 20 વર્ષનો તેમનો દીકરો વિધાન સિંહ ગુરુવારની રાત્રે આશરે 8 વાગ્યે પોતાની માસીના ઘરે સફારી ગાડીમાં ગયો હતો. આ દરમિયાન બે બાઇક પર આવેલા છ બદમાશોએ ગાડી પર બોમ્બ વડે હુમલો કરી દીધો.

ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમા જોઈ શકાય છે કે, સફેદ રંગની સફારી કાર ગલીમાં ઊભી છે. ગાડીની પાછળ એક મહિલા સ્કૂટી પર સવાર છે. એટલામાં કારની સામેની તરફથી બે બાઈક પર મોઢા પર કપડું બાંધીને છ બાઇક સવાર નીકળે છે અને એક પછી એક બે બોમ્બ વિધાનની ગાડીના કાચ પર મારી દે છે. જોરદાર ધમાકો થાય છે અને ધુમાડો ઉડે છે. હુમલાના સમયે કારમાં વિધાન અને તેનો મિત્ર હાજર હતો. હુમલાના કારણે વિધાનની ગાડીની પાછળ સ્કૂટી સવાર મહિલા ગભરાઇ જાય છે અને ત્યાંથી જવાનો પ્રયાસ કરે છે. તેમજ, વિધાન પણ પોતાની ગાડી સ્ટાર્ટ કરીને ગલીમાંથી બહારની તરફ ભાગે છે. બધુ એટલું જલ્દી થઈ ગયુ કે મહિલા વિધાનની ગાડીની નીચે આવવાથી બચી જાય છે. સ્કૂટીની પાછળ ઊભેલી વ્યક્તિ મહિલાને બચાવી લે છે.

કહેવાય છે કે, થોડાં દિવસ પહેલા વિધાનનો કૌશાંબીમાં તહેનાત કોન્સ્ટેબલ શિવબચન યાદવના દીકરા શિવન યાદવ સાથે વિવાદ થયો હતો. બોમ્બમારો કરવામાં તે પણ સામેલ છે. કોન્સ્ટેબલ અને તેના દીકરાએ BJP નેતાના ઘરે જઈને માફી પણ માંગી હતી. વિજયલક્ષ્મી ચંદેલનો આરોપ છે કે, શિવમ યાદવે જ તેના દીકરાને જાનથી મારવાનો પ્રયાસ કર્યો છે. BJPની મહિલા નેતાએ ઝૂસી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp