રામનવમીની આગલી રાતે આગચંપી અને પથ્થરમારાના કારણે સંભાજીનગર હચમચી ગયું, હિંસા

PC: aajtak.in

મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરામાં બે સમુદાયો વચ્ચે જબરદસ્ત હિંસા થઈ છે. કિરાડપુરા સ્થિત રામ મંદિરની બહાર રાત્રે 12.30 કલાકે બે યુવકો વચ્ચે નાની અથડામણ થઈ હતી. આ પછી કેટલાક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ પછી પથ્થરમારો શરૂ થયો. બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. બદમાશોએ પોલીસના વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. આ સિવાય બોમ્બ વિસ્ફોટની ઘટના પણ સામે આવી છે.

હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કિરાડપુરા વિસ્તારમાં ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. વાહનોમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો રાત્રે સાડા બાર વાગ્યાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંભાજીનગરમાં મંદિરની બહાર હિંસા શરૂ થઈ હતી. આ જોઈને બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. કારોને ફૂંકી મારવામાં આવી હતી. આ દરમિયાન પથ્થરમારો થયો હતો અને બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં હજુ પણ તણાવ છે. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

હિંસાની ઘટના બાદ કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ જ્યાં આગચંપી થઇ હતી તે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

આ દરમિયાન સ્થાનિક સાંસદ ઈમ્તિયાઝ જલીલ પોતે ઔરંગાબાદના કિરાડપુરા રામ મંદિર પહોંચ્યા અને કહ્યું કે રામ મંદિરમાં કોઈ મામલો બન્યો નથી. જે પણ ઘટના બની છે તે રામ મંદિરની બહાર જ બની છે.

સંભાજીનગર પોલીસ અધિકારી CPનું કહેવું છે કે, બે યુવકો વચ્ચેની ઘટના મોટા ઝઘડામાં ફેરવાઈ ગઈ. આ પછી પથ્થરમારો શરૂ થયો અને પોલીસ સહિત અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી. પોલીસે બળપ્રયોગ કરીને બધાને હટાવી દીધા છે અને અત્યારે શાંતિ છે. પોલીસે તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

આજે સવારની તસવીરો સંભાજીનગરમાંથી સામે આવી છે. જેમાં પોલીસકર્મીઓ હિંસા સ્થળની સફાઈ કરતા જોવા મળે છે. હાલમાં શહેરમાં શાંતિ છે પરંતુ રસ્તા પર બહુ ઓછા લોકોની અવરજવર જોવા મળી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની પૂર્વ ઉદ્ધવ ઠાકરે સરકારે ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરી દીધું હતું. આ અંગે ઉદ્ધવ ઠાકરે અને CM એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ જૂથ વચ્ચે ક્રેડિટ વોર પણ ચાલી હતી. AIMIM સાંસદ ઇમ્તિયાઝ જલીલે શહેરના નામ બદલવાનો વિરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp