પંજાબના CM ભગવંત માનના હેલીપેડ પાસે મળ્યો બોમ્બ શેલ, બોમ્બ નિરોધક ટીમ ઘટનાસ્થળે

PC: twitter.com/ANI

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના હેલીપેડ પાસે સોમવારે (2 જાન્યુઆરીના રોજ) બોમ્બ શેલ મળ્યો હતો. કેરીના બગીચામાં આ બોમ્બ શેલ પડેલો મળ્યો હતો. ચંદીગઢમાં પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રી હાઉસથી થોડે દૂર તે મળ્યો હતો. પોલીસે રેતીના કોથળાથી તેને કવર કર્યો છે. સાથે જ એરિયાને પણ દોરડું લગાવીને કવર કરવામાં આવ્યો છે. રોજિંદા પાર્ક પાસે બનેલા હેલીપેડને પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રી ઉપયોગ કરે છે. બોમ્બ નિરોધક ટીમને બોલાવવામાં આવી છે અને ચંદીગઢ પોલીસ તપાસ કરી રહી છે.

મુખ્યમંત્રી હાઉસ પાસે બોમ્બ શેલ મળવાને મોટા ષડયંત્રના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાની પશ્ચિમી કમાનને પણ તપાસ માટે લગાવવામાં આવી છે, સાંજે લગભગ 4 થી 4:30 વાગ્યા વચ્ચે એક ટ્યૂબવેલ સંચાલકે પંજાબના મુખ્યમંત્રીના આવાસ અને હેલીપેડ પાસે કેરીના બગીચામાં આ બોમ્બ શેલ જોયો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ દરમિયાન પોતાના આવાસ પર નહોતા. ચંદીગઢ પ્રશાસને કહ્યું કે, રક્ષા બળ તપાસ કરશે કે બોમ્બ ક્યાં છે અને પોલીસ એ જાણકારી મેળવશે કે તે ત્યાં કઇ રીતે પહોંચ્યો.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચંદીગઢના નોડલ અધિકારી સંજીવ કોહલીએ કહ્યું કે, અહીંથી એક બોમ્બ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ અને બોમ્બ નિરોધક ટીમની મદદથી તેને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે. તો સુરક્ષાને ધ્યાનમાં લઇને આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેનાની એક ટીમને બોલાવવામાં આવી છે. અમે એ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તે અહીં સુધી કઇ રીતે પહોંચ્યો. હાયર ઓથોરિટી પર વાત ચાલી રહી છે. વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી રહી છે. આગળની તપાસ ચાલી રહી છે.

ચંદીગઢ પોલીસે સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ મામલે સેનાની મદદ માગી છે. જો કે, વિસ્તારમાં પોલીસનો પહેરો છે. મંગળવારે સવારે સેનાના વિશેષજ્ઞોની એક ટીમ વિસ્તારનો પ્રવાસ કરશે. આર્મીના બોમ્બ સ્ક્વોડે કહ્યું હતું કે, અમને જ્યાં જીવિત બોમ્બ મળ્યો છે, એ વિસ્તારને પૂરી રીતે કવર કરી લેવામાં આવ્યો છે. જલ્દી જ આર્મી બોમ્બ સ્ક્વોડ અહીં પહોંચશે અને બોમ્બને ડિફ્યૂઝ કરશે. ત્યારબાદ આ આખી ઘટનાની તપાસ કરવામાં આવશે કે આખરે ક્યાંથી આ જીવિત બોમ્બ પહોંચ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp