પ્રયાગરાજમાં અતીકના વકીલની ગલીમાં બોમ્બ ફેંકી ડર ફેલાવવાનું ષડયંત્ર

PC: abplive.com

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની કટરા ગોબર ગલીમાં એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ ગલીમાં માફિયા અતીક એહમદનો વકીલ રહે છે. ઘટના બાદથી જ લોકોમાં ડરનો માહોલ છે. હાલ બોમ્બથી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. કર્નલગંજ પોલીસ મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બોમ્બ ડર ફેલાવવાના ઉદ્દેશ્યથી ફેંકવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, તેમને કટરા ગોબર ગલીમાં બોમ્બ ફેંકવાની સૂચના મળી હતી. ઘટના સ્થળ પર પહોંચવા પર જાણકારી મળી છે કે, બે પક્ષોની વચ્ચે વિવાદ થયો હતો, દરમિયાન એક પક્ષ પર બોમ્બથી હુમલો કર્યો પરંતુ કોઈને ઈજા નથી આવી. આ હુમલો દયાશંકર મિશ્રના ઘરની સામે ગલીમાં થયો. પરંતુ, અફવા ફેલાઇ ગઈ કે હુમલો દયાશંકર મિશ્રના ઘર પર થયો છે. આ સૂચના સંપૂર્ણરીતે ખોટી અને ભ્રામક છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રયાગરાજના પોલીસ કમિશનરે ટ્વિટ કરીને જણાવ્યું કે, કટરાની ગોબર ગલીમાં બોમ્બ ફેંકવાની ઘટના બે પક્ષો વચ્ચે આપસી વિવાદના કારણે થઈ. અતીક એહમદના વકીલના ઘર પર હુમલાની વાત સંપૂર્ણરીતે ખોટી છે.

માફિયા અતીક એહમદની પત્ની શાઇસ્તા પરવીન પર ચાર ક્રિમિનલ કેસ દાખલ છે, તે ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી છે. હત્યા બાદથી શાઇસ્તા પરવીન ફરાર છે. આથી તેને શોધવા પોલીસ છાપા મારી રહી છે. શાઇસ્તા અશરફના સાસરા મારિયાડીહમાં હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કારણે શાઇસ્તાની શોધમાં પ્રયાગરાજ પોલીસ છાપા મારી રહી છે. પોલીસે શાઇસ્તા પર 50 હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું છે. મારિયાડીહ ગામમાં ભારે સંખ્યામાં પોલીસ તહેનાત છે. પોલીસને આશંકા છે કે, શાઇસ્તા પ્રયાગરાજના મારિયાડીહ ગામમાં સંતાઇ છે.

માફિયા અતીક એહમદ અને તેના ભાઈ અશરફ એહમદની 15 એપ્રિલે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોરોએ આ હુમલો એ સમયે કર્યો હતો, જ્યારે પોલીસ બંનેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈને આવી હતી. એ જ સમયે પત્રકાર બનીને આવેલા હુમલાખોરોએ અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોના નામ અરૂણ મૌર્ય, સની પુરાને અને લવલેશ તિવારી છે. ત્રણેય હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્રણેયે પોલીસની હાજરીમાં મીડિયાની સામે અતીક અને અશરફને ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp