બુટને પેઈન્ટીંગનું કામ,મહિને રૂ.2 લાખ કમાણી,વિશ્વાસ નહીં આવે,US, યુરોપ સુધી માગ

હરિયાણાના સોનીપતની રહેવાસી પ્રતિભા અંતિલને દરેક વસ્તુ સજાવવાનો શોખ છે. તેણી બ્રશ ઉપાડે છે અને તેની કળા વડે સામાન્ય દેખાતી વસ્તુમાં પણ પ્રાણ ફૂંકી દે છે. તે કેનવાસ પેઇન્ટ કરે છે, ફેબ્રિક પેઇન્ટ કરે છે અને રોક પેઇન્ટ પણ કરે છે. અને સૌથી અગત્યનું, તે સ્નીકર પેઇન્ટિંગ કરે છે. આજે તેમના પેઇન્ટેડ શૂઝના ખરીદદારો અમેરિકા, ઈંગ્લેન્ડ સહિત 19 દેશોમાં છે. આ સાંભળીને તમને નવાઈ લાગીને, પણ આ વાત સો ટકા સાચી છે. પોતાના શોખને યોગ્ય પ્લેટફોર્મ પર દર્શાવીને, આજે પ્રતિભા મહિને 2 લાખ રૂપિયા પણ કમાઈ રહી છે. એ પણ ઘરે બેઠા. આ સાથે તે 5-6 લોકોને રોજગાર પણ આપી રહી છે.

પ્રતિભાએ ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાનો ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો છે. ત્યાં તે જુદા જુદા બુટ જુદી જુદી રીતે ડિઝાઇન કરે છે અને પ્રદર્શિત કરે છે. ગ્રાહક તેમનું કામ જોઈને ઓનલાઈન ઓર્ડર આપે છે. આટલું જ નહીં, પ્રતિભા ગ્રાહકની પસંદગી પ્રમાણે શૂઝને પણ કસ્ટમાઇઝ કરે છે. તેમનું કાર્ય હવે ખુબ પ્રગતિ કરી રહ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, પ્રતિભાએ લોકડાઉનમાં સ્નીકર્સ અથવા શૂઝને રંગવાનું કામ શરૂ કર્યું હતું. પ્રતિભા કહે છે કે, લોકડાઉને તેને પોતાની કુશળતા નિખારવાની ઘણી તક આપી. તે કંઈક અલગ કરવા માંગતી હતી. જ્યારે તેઓ સ્નીકર પેઇન્ટ પર આવ્યા ત્યારે કંઈક અલગ કરવાનો તેના ખ્યાલ માટેની તેમની શોધનો અંત આવ્યો. તેમને આ ખ્યાલ ખૂબ જ ઉપયોગી લાગ્યો.

પ્રતિભા કહે છે કે, પગરખાં રંગવાનું કામ હાથમાં લેતા પહેલા તેણે ઘણું સંશોધન કરવું પડ્યું હતું. તેમણે કેનવાસ અને ચામડાના શૂઝ વગેરે જેવા વિવિધ પ્રકારના શૂઝ વિશે જાણ્યું. કેનવાસ બુટ અને ચામડાના બુટ પર પેઇન્ટ કરવા માટે, કયા રંગની જરૂર પડશે અને તે ક્યાંથી મેળવવા વગેરે માટે ખુબ મથામણ કરી હતી. પ્રતિભા કહે છે કે, બૂટને કલર કરવાની તેની શરૂઆત સારી ન હતી. પરંતુ, તેણે હાર ન માની અને પોતાનું કામ ચાલુ રાખ્યું.

પ્રતિભા કહે છે કે, હવે તેને હિંમત ન હારવાનું પરિણામ મળી રહ્યું છે. પ્રતિભાએ ઓનલાઈન પ્લેટફોર્મ itsy પર પોતાનો સ્ટોર શરૂ કર્યો છે. આ પ્લેટફોર્મ પર હાથથી બનાવેલી વસ્તુઓ વેચાય છે. દુનિયાભરના લોકો અહીંથી ખરીદી કરે છે. પ્રતિભા કહે છે કે, ગયા વર્ષે તેનું ટર્નઓવર 26 લાખ રૂપિયા હતું. તેણે 19 દેશોના ગ્રાહકોને તેના કસ્ટમાઇઝ્ડ શૂઝ વેચ્યા. આ દેશોમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, એસ્ટોનિયા, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો પણ સામેલ છે.

પ્રતિભા કહે છે કે, બુટની જોડી રંગવામાં ચારથી પાંચ કલાક લાગે છે. જો કોઈ ડિઝાઇન વધુ જટિલ હોય, તો તેને રંગવામાં વધુ સમય લાગે છે. પ્રતિભા ઓર્ડર લેવાનું અને ડિઝાઇન કરવાનું કામ જાતે કરે છે. તેની સાથે પેકેજિંગ અને શિપિંગના કામ માટે તેની સાથે પાંચ-છ લોકો જોડાયેલા છે. પ્રતિભા કહે છે કે, તેના Itsy સ્ટોર પર ગ્રાહકો આવે છે. ત્યાં સૂચિબદ્ધ થયેલા ઉત્પાદનો જુએ છે. તેમને પસંદ આવે તો ઓર્ડર કરી દે છે.

પ્રતિભા કહે છે કે, તે સ્થાનિક કલાકારો માટે એક એવું પ્લેટફોર્મબનાવવાનો ઇરાદો ધરાવે છે કે, જ્યાં તેઓ તેમની કળાનું પ્રદર્શન કરી શકે અને દેશભરના લોકો તેમની પ્રોડક્ટ ખરીદી શકે. પ્રતિભા કહે છે કે, અમારી પાસે અહીં ઘણા પ્રતિભાશાળી કલાકારો છે, બસ તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.