સુપર સ્ટાર રજનીકાંતની દીકરીના હીરા-ઝવેરાત ચોરીને ઘર બનાવી દેનારા 2 પકડાયા

PC: news18.com

દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંતની દીકરી અને ફિલ્મ મેકર એશ્વર્યા રજનીકાંતને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ એશ્વર્યાના દાગીના ઘરમાંથી ચોરી થઇ ગયા હતા.દિગ્ગજ સ્ટાર રજનીકાંતની દીકરી એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ચોર ઘરમાંથી જ મળી આવ્યા હતા. પોલીસે ડ્રાઇવર અને કામવાળીની ધરપકડ કરી છે.

મીડિયાના અહેવાલો મુજબ જેમની ધરપકડ કરવામાં આવી છે તે એશ્વર્યાના ઘરની કામવાળી અને ડ્રાઇવર છે. આ બંને એશ્વર્યાના ઘરમાંથી હીરા-ઝવેરાતની ચોરી કરતા હતા.પોલીસના કહેવા મુજબ એશ્વર્યના ડ્રાઇવર વેંકશેટન અને કામવાળી ઇશ્વરી ચોરીને અંજામ આપતા હતા.

 ડ્રાઇવર વેંકટેશન અને કામવાળી ઇશ્વરીએ એશ્વર્યાના ઘરમાંથી 100 તોલા સોનાના ઘરેણા, 30 ગ્રામ ડાયમંડ જ્વેલરી અને 4 કિલો ચાંદીના ઘરેણાં ચોર્યા હતા. નવાઇની વાત એ છે કે વેંકટેશન અને ઇશ્વરીએ એશ્વર્યાના આ ઘરેણાં વેચીને ઘર પણ ખરીદી લીધું હતુ.

ફિલ્મ મેકર એશ્વર્યાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, તેણીએ વર્ષ 2019માં પોતાની બહેન સૌંદર્યાના લગ્ન વખતે ઘરેણાં પહેર્યા હતા અને તેપછી ઘરના લોકરમાં મુકી દીધા હતા. આ વાતની જાણકારી કામવાળી ઇશ્વરીને હતી.

પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યુ હતું કે કામવાળી ઇશ્વરી છેલ્લાં 18 વર્ષથી એશ્વર્યાના ઘરે કામ કરતી હતી. આ દરમિયાન તેને લોકરની ચાવીનું લોકેશન ખબર હતું. ચાવીથી લોકર ખોલીને તેણે અનેક વખત એશ્વર્યાના ઘરેણાં ચોરી લીધા હતા.

એશ્વર્યા રજનીકાંત, જે એક ફિલ્મ નિર્દેશક અને નિર્માતા પણ છે. હાલમાં 'લાલ સલામ' ફિલ્મનું દિગ્દર્શન કરી રહી છે અને તેના માટે તમિલનાડુના જુદા જુદા વિસ્તારોમાં ફરી રહી છે.આ ફિલ્મમાં તેના પિતા સુપરસ્ટાર રજનીકાંત કેમિયો રોલમાં જોવા મળશે.

એશ્વર્યા, રજનીકાંતની સૌથી મોટી દીકરી છે. એશ્વર્યાના લગ્ન અભિનેતા ધનુષ સાથે થયા હતા અને તેમને બે પુત્રો છે. વર્ષ 2022માં તેમણે 18 વર્ષના લગ્ન જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યારથી બંને અલગ જીવન જીવી રહ્યા છે. જો કે તેઓ ફરી ભેગા થઇ રહ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. એશ્વર્યાએ પોતાના પતિ ધનુષ સાથે ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરેલી. વર્ષ 2016માં એશ્વર્યાને સંયુક્ત રાષ્ટ્ર મહિલા સંગઠન માટે ભારતના ગુડવીલ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp