મંદિરમાં માથું નમાવી, જાન કાઢી, રશિયન યુગલે વૈદિક રિવાજ મુજબ લગ્ન કર્યા
હરિદ્વારના અખંડ પરમધામ આશ્રમમાં ત્રણ રશિયન યુગલોએ ભારતીય વિધિ પ્રમાણે લગ્ન કર્યા. તેમના લગ્ન ચર્ચાનો વિષય રહ્યા હતા. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ મુસ્લિમ અને ઈસાઈ ધર્મો સાથે જોડાયેલા છે. પણ સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખે છે. તેથી જ તેમણે વૈદિક વિધિ પ્રમાણે તેમના લગ્ન સંપન્ન કરાવ્યા.
જો કે, આમાંથી બે યુગલો પહેલેથી જ પરિણીત છે, પરંતુ સનાતન ધર્મમાં તેમની શ્રદ્ધાને કારણે તેઓએ વૈદિક પરંપરા મુજબ ફરીથી લગ્ન કર્યા છે. જ્યારે, એક કપલ અપરિણીત હતું જેણે હવે લગ્ન કરી લીધા છે. તે પણ વૈદિક પરંપરા મુજબ.
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય સ્વામી પરમાનંદ સરસ્વતીની હાજરીમાં યોજાયેલા લગ્ન પહેલા દંપતીના રશિયન મિત્રોએ લગ્નની જાન નીકાળી હતી. જેમાં રશિયાથી આવેલા તેના મિત્રોએ જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ ડાન્સમાં પરિણીત યુગલોએ પણ ભાગ લીધો હતો. આ પહેલા ત્રણેય યુગલોએ મંદિરમાં માથું નમાવી ભગવાન અને બાદમાં સ્વામી પરમાનંદના આશીર્વાદ લીધા હતા.
મહામંડલેશ્વર પરમાનંદ મહારાજે પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. રશિયન યુગલોએ એકબીજાને માળા પહેરાવી અને લગ્નની તમામ વિધિઓ કરી. જો કે, પિતૃપક્ષ દરમિયાન આયોજિત આ લગ્ન સમારોહ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે, એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન કોઈ શુભ કાર્ય થતું નથી.
અહીં તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં 40 રશિયન નાગરિકોનો સમૂહ ભારતની મુલાકાતે છે. આ સમૂહના લોકો વેદ વેદાંત સમાગમમાં ભાગ લેવા માટે આશ્રમમાં આવ્યા છે. આ સમૂહના ત્રણ યુગલોએ વૈદિક પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. ફોટામાં જોઈ શકાય છે કે, કેવી રીતે દુલ્હન લાલ ડ્રેસમાં જોવા મળી રહી છે. જ્યારે, વરરાજા એ પણ પરંપરાગત ડ્રેસ પહેર્યો છે.
આ સમગ્ર મુદ્દે મહામંડલેશ્વર સ્વામી પરમાનંદ ગિરીએ કહ્યું, આ આજનું સત્ય છે કે રશિયા અને અન્ય દેશોમાંથી લોકો ભારતમાં આવીને આધ્યાત્મિકતા શીખી રહ્યા છે. તેઓ અહીંના રિવાજ મુજબ લગ્ન કરી રહ્યા છે. આ બધું જોઈને લોકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશે. છેવટે, જે દેશમાં નાસ્તિકતા છે ત્યાંના લોકો અહીં આપણા ધર્મની પ્રથા પ્રમાણે લગ્ન કરવા આવ્યા છે. યોગ, ધ્યાન શીખી રહ્યા છે, સાધના કરી રહ્યા છે. આ બધું પોતાનામાં જ એક મોટી વાત છે. અમે યુગલોને સુખી જીવન જીવવાનો મંત્ર આપ્યો છે.
સાથે જ સ્વામી જ્યોતિર્મયાનંદ કહે છે કે, આજે વૈદિક પરંપરાથી પ્રભાવિત થઈને લોકો દૂર-દૂરથી અમારી પાસે આવી રહ્યા છે. અમારા ગુરુદેવ પણ રશિયા આવતા જતા રહે છે. તેમના જ્ઞાનથી પ્રભાવિત થઈને લોકો ભારત આવી રહ્યા છે. રશિયામાં ગુરુદેવના 40 હજારથી વધુ શિષ્યો છે. ત્યાં યોગના 22થી વધુ કેન્દ્રો કાર્યરત છે.
બીજી તરફ, રશિયન કપલના મિત્રોએ કહ્યું કે, આ બધું ખૂબ જ સુંદર છે. આ પ્રકારે લગ્ન થતા તેમણે પહેલીવાર જોયા છે. તે ખૂબ જ સારો અનુભવ હતો. અમે ભારતીય સંસ્કૃતિને સમજી રહ્યા છીએ અને તેને માણી રહ્યા છીએ. અહીંના લોકો ખુશખુશાલ અને મિલનસાર સ્વભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp