ગર્લ ફ્રેન્ડને આગળ બેસાડીને યુવક ચાલુ બાઇકે રોમાન્સ કરતો હતો, પોલીસ શોધે છે

PC: aajtak.in

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સ્કૂટી પર રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયા બાદ હવે હરદોઈમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાઇક સવાર યુવક તેના ખોળામાં બેઠેલી ગર્લ ફ્રેન્ડ  સ્પીડમાં બાઇક ચલાવતો નજરે પડ્યો હતો. વીડિયો સામે આવ્યા પછી હવે પોલીસ બાઇકના નંબરના આધારે બાઇક સવાર કપલ વિશે માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. જો કે આવો પહેલો કિસ્સો નથી કે કોઇ યુવક પોતાની ગર્લ ફ્રેન્ડને આગળના ભાગે બાઇક પર બેસાડીને રોમાન્સ કરતો હોય. દેશભરના અનેક શહેરોમાં આવા કિસ્સા સામે આવ્યા છે અને પોલીસે આવા પ્રેમીઓની કરતૂતની હવા કાઢી નાંખી છે.

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બાઇક પર રોમાન્સ કરતા પ્રેમી યુગલનો વીડિયો આજે સવારે જ સામે આવ્યો છે. આ વીડિયો સીતાપુર રોડ પર આવેલા  ઈટૌલી ગામ પાસેનો છે. વીડિયોમાં એક બાઇક સવાર યુવક ભીડભાડ વાળા રસ્તા પર તેની આગળના ભાગે ખોળામાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ સાથે તેજ ઝડપે બાઇક ચલાવતો જોવા મળે છે.

વચ્ચે વચ્ચે રસ્તામાં બાઇક પર આગળ બેઠેલી યુવતી અને યુવક રોમાન્સ કરતા પણ નજરે પડે છે. જાહેર રસ્તા પર રોમાન્સનો આ વીડિયો બાઇકની પાછળ ચાલી રહેલા કાર સવારે બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો જે વાયરલ થઇ રહ્યો છે.

અગાઉ પોલીસે આવા બે કેસમાં કાર્યવાહી કરી હતી. હરદોઇમાં કપલનો આ વીડિયો વાયરલ પોલીસ પાસે પણ પહોંચ્યો છે અને નંબરના આધારે પોલીસ હવે આ યુવકને શોધી રહી છે.

બાઇક પર દંપતીનું આ પ્રકારનું દ્રશ્ય જોઇને સાથે રસ્તા પરથી પસાર થઇ રહેલા વાહન ચાલકો પણ પરેશાન થતા નજરે પડ્યા હતાઆ પહેલા લખનૌમાં એક વીડિયો વાયરલ થયો હતો. હઝરતગંજ વિસ્તારમાં એક છોકરી અને છોકરાની સ્કૂટી પર સ્પીડમાં વિચિત્ર સ્થિતિમાં બેઠેલા હોવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપી યુવકને પકડીને જેલમાં મોકલી આપ્યો હતો.

આજ કાલના યુવાનોને જેવી બાઇક મળે છે એટલે જાતજાતના ખેલ કરવા માંડે છે. સ્પીડમાં બાઇક ચલાવવાની મજાનું દુષણ દેશભરમાં છે, પરંતુ કેટલાંક યુવાનો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અથવા ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવાના ચકકરમાં બાઇકની આગળ બેસાડીને રોમાન્સ કરવાનો ખેલ કરતા રહેતા હોય છે. પરંતુ પોલીસને ખબર પડે ત્યારે રોમાન્સનો નશો ઉતરી જતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp