આમંત્રણ વિના લગ્નમાં મેજબાની માણવા પહોંચી ગયા યુવકો, પછી થયા આવા હાલ

PC: brindas.com.sg

આમંત્રણ વિના બીજાના લગ્નમાં મહેમાન બનવુ એક યુવકને મોંઘુ પડી ગયુ. મેજબાનોને જ્યારે આ અંગે જાણકારી મળી તો તેમણે યુવકને પકડીને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. એટલું જ નહીં, તે જે સ્કૂટર પર પાર્ટીમાં આવ્યો હતો, તે પણ કોઈ ચોરી કરીને લઈ ગયુ હતું. ત્યારબાદ યુવકે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. મામલો મહારાષ્ટ્રના મુંબઈનો છે. મળતી માહિતી અનુસાર, 13 જૂને ગોરેગાંવ નિવાસી જાવેદ કુરેશી (ઉં. વ. 24) પોતાના 17 વર્ષીય પિતરાઈ ભાઈ અને કેટલાક મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો. જ્યારે તે જોગેશ્વરી પહોંચ્યો, તો જાવેદના પિત્રાઈ ભાઈ અને મિત્રોએ એક સામુદાયિક હોલ તરફ ઇશારો કર્યો, જ્યાં એક લગ્નની પાર્ટી ચાલી રહી હતી.

ત્યારબાદ યુવક કાર્યક્રમ સ્થળમાં ઘૂસ્યા અને તેમણે ખાવાનું શરૂ કરી દીધુ. જોકે, ના તો તેઓ વરરાજાના પરિવારમાં કોઈને જાણતા હતા અને ના દુલ્હનના પરિવારમાંથી કોઈને ઓળખતા હતા. એટલું જ નહીં, તેમને લગ્નનું આમંત્રણ પણ મળ્યું ન હતું. છતા તેઓ બિન બુલાયે મહેમાનની જેમ આ લગ્નમાં ખાવા માટે પહોંચી ગયા હતા. જ્યારે તેઓ ખાવાનું ખાઈ રહ્યા હતા ત્યારે મેજબાન પરિવારના કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને તેમની સાથે વાતચીત કરવા માંડ્યા. કારણ કે, તેમને આ અંગે શંકા થઈ ગઈ હતી.

મામલાને લઇને ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે, એ જાણકારી મળ્યા બાદ કે યુવક આમંત્રણ વિના આવ્યા હતા, મેજબાન આક્રામક થઈ ગયા. તેમણે યુવકોને મારવાનું શરૂ કરી દીધુ હતું. પરિસ્થિતિ બગડતી જોઈ આમંત્રણ વિના પહોંચી ગયેલા યુવકો પાર્ટી હોલમાંથી બહાર ભાગવા માંડ્યા. જ્યારે તેઓ રસ્તા પર પહોંચ્યા તો કેટલાક લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ દરમિયાન જાવેદે ભીડમાં ઊભેલા એક વ્યક્તિને પોતાના સ્કૂટરની ચાવી આપી અને તેને પાર્કિંગમાંથી સ્કૂટર લાવવાની અપીલ કરી હતી. પરંતુ, તે વ્યક્તિ જાવેદને સ્કૂટર સોંપવાને બદલે તેને લઇને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઇને જાવેદે શનિવારે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પહોંચી સ્કૂટર ચોરી થવાની ફરિયાદ દાખલ કરાવી છે. હાલ, તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp