‘પિતાને પિતા કહેવામાં શરમ આવે છે..’ તસવીર પોસ્ટ કરીને છોકરાએ કરી લીધી આત્મહત્યા

PC: twitter.com

મધ્ય પ્રદેશના ખરગોનમાં 22 વર્ષીય એક છોકરાએ સોશિયલ મીડિયા પર તસવીર અપલોડ કરીને ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેણે તસવીર પર લખ્યું કે, આત્મહત્યાનું કારણ પિતા છે. પિતાને પિતા કહેવામાં મને શરમ આવી રહી છે. ઘરની સમસ્યાના કારણે તે આત્મહત્યા કરી રહ્યો છું. દીકરા દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાંથી પરિવારમાં શોકનો માહોલ છે.

ખરગોન જિલ્લા હેડક્વાર્ટરથી લગભગ 16 કિલોમીટર દૂર ઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુંદરલાલ કહારના દીકરા અજયે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આવડું મોટું પગલું ઉઠાવવા અગાઉ તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર અપલોડ કરી હતી. તેના પર લખ્યું હતું કે, ‘ઘરની સમસ્યાના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. મારા આત્મહત્યા કરવાનું એક જ કારણ છે, મારા પિતા. મને પિતાને પિતા કહેવામાં પણ શરમ આવી રહી છે. હું ખૂબ પરેશાન થઈ ગયો છું એટલે આત્મહત્યા કરી રહ્યો છું.

પોલીસ સ્ટેશનના ઇનચાર્જ લક્ષ્મણ સિંહ લૌવંશીએ જણાવ્યું કે, છોકરાના પિતા ખૂબ જ દારૂ પીવે છે. દારૂના નશામાં તેની માતા સાથે મારામારી કરતો હતો. છોકરો તેનો વિરોધ કરતો હતો, છતા તેનો પિતા સુધરવાનું નામ લઈ રહ્યો નહોતો. આ કારણે તેણે મોતને ગળે લગાવી લીધી. ઘટનાની જાણકારી મળતા ઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ લક્ષ્મણ સિંહ લૌવંશી તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. સાથે જ પરિવારજનોની પૂછપરછ કરી.

બીજી તરફ દીકરા દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાંથી ઘરમાં હાહાકાર મચી ગયો છે. આ અગાઉ મે મહિનામાં ખરગોનથી જ હૃદયકંપાવી દે તેવી એક ઘટના અમે આવી હતી. અહીં એક યુવક અને યુવતીએ ઝેર ખાઈ લીધું હતું. ત્યારબાદ બંને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમણે પોલીસને લગ્ન કરાવવામાં મદદ માગી, જેવી જ ખબર પડી કે બંનેએ ઝેર ખાઈ લીધું છે તાત્કાલિક તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેનું મોત થઈ ગયું હતું.

ત્યારબાદ શબોને પોસ્ટમોર્ટમ કરાવીને ગ્રામજનોને સોંપી દેવામાં આવ્યા. આ ઘટના ખરગોન જિલ્લાના કસરાવદ પોલીસ સ્ટેશન વિસ્તારની હતી. અહીં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ પ્રસંગ હતો. બંનેએ ઝેર ખાધા બાદ પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને પોલીસને લગ્ન કરાવવામાં મદદ કરવાની વિનંતી કરી હતી. પછી બંનેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પછી પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હૉસ્પિટલ રેફર કરી દેવામાં આવ્યા. જિલ્લા હૉસ્પિટલ ખરગોનમાં ICU વોર્ડના સારવાર દરમિયાન બંનેના મોત થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp