પિતાને જોઇતું હતું કરિયાવર, પણ દીકરાએ અનાથ છોકરી સાથે લગ્ન કરી લીધા લગ્ન

નવાદાના એક યુવકે પિતાની કરિયાવર લેવાની જિદ્દથી વિરુદ્ધ જઈને શેખપુરાની અનાથ છોકરી સાથે લગ્ન કરીને ઉદાહરણ પૂરું પાડ્યું. યુવકના આ કામ માટે લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, નવાદા જિલ્લાના એક નાદરીગંજ પોલીસ સ્ટેશનના તિલકચક ગામના રહેવાસી સચિન કુમારે જિલ્લાના કસાર પોલીસ સ્ટેશન વિસ્તારના તોડલબીઘા ગામની અનાથ યુવતી સુષ્મા સાથે કરિયાવર વિના રીત રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે.
આ આદર્શ લગ્નમાં તોડલબીઘાના રહેવાસી સામાજિક કાર્યકર્તા દાની ચૌહાણ તેમજ હજરતપુર પંચાયતના સરપંચ પ્રિયા દેવીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સરપંચ અને સામાજિક કાર્યકર્તાની ભૂમિકાના પણ વખાણ થઈ રહ્યા છે.
શું છે કહાની?
નવાદા જિલ્લાના કસાર પોલીસ સ્ટેશનના હજરતપુર પંચાયતના તોડલબીઘાની રહેવાસી યુવતી સુષ્માના માતા અને પિતા બંનેનું નિધન ખૂબ પહેલા જ થઈ ગયું હતું. અનાથ સુષ્માનું પાલનપોષણ તેના સંબંધી કાકાએ કર્યું. નવમું પાસ સુષ્માના લગ્ન આ વર્ષે નવાદાના જિલ્લાના નદારીગંજ પોલીસ સ્ટેશનના તિલકચક ગામના યુવક સચિન સાથે નક્કી થયા હતા, પરંતુ સુષ્માના કાકા દીકરીની ડોલી સજાવવા માટે કરિયાવરની વ્યવસ્થા ન કરી શક્યો તો લગ્ન તૂટવાના કગાર પર પહોંચી ગયા.
આ બાબતે સામાજિક કાર્યકર્તા દાની ચૌહાણ તેમજ સરપંચ પ્રિયા દેવીએ સચિન સાથે વાત કરીને સુષ્માની પરેશાની બતાવી. સુષ્માની પરેશાની જાણીને સચિને પોતે સુષ્મા સાથે વાત કરી અને તિલક કરિયાવર વિના લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. ત્યારબાદ શેખપુરાના નોટરી અને પછી અરઘૌતી ધામ પર બંનેના સ્વજનોની ઉપસ્થિતિમાં અતિહાસિક દિવસ સ્વતંત્રતા દિવસ પર મંગળવારે લગ્ન થયા.
એક રિપોર્ટ મુજબ, સુષ્માના લગ્ન થોડા મહિના અગાઉ નવાદાના નાદરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમા તિલકચક ગામના યુવક સચિન સાથે નક્કી થયા હતા, પરંતુ સચિનના પિતા 2 લાખ રૂપિયા કરિયાવર માગી રહ્યો હતો. આ બાબતે સચિને કહ્યું કે, પિતા કરિયાવરની માગ પર અડગ હતા. આ કારણે દહેજ વિના લગ્ન કરવાનો નિર્ણય લીધો અને સુષ્મા પણ ખૂબ ખુશ નજરે પડી રહી હતી. સુષ્માએ કરિયાવર વિના લગ્ન થવા પર ખુશી વ્યક્ત કરી. આ કરિયાવર મુક્ત લગ્નની ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે. સાથે જ યુવકના નિર્ણયના વખાણ થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp