છોકરો ધો.10માં 35 ટકા માર્ક્સ લાવ્યો, મા-બાપે ઉત્સાહથી વધાવી લીધો, કારણ જાણી...

PC: loksatta.com

કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે હંમેશા જે સૌથી પ્રથમ હોય તેની વાત થાય છે. પરિણામ શાળા-કોલેજનું હોય કે UPSCનું. "ફલાણાના છોકરાએ આમ કરી લીધું, તે આમ બની ગયો' જેવા ટોણાં માતા-પિતા કે સગા-સંબંધીઓના મોઢેથી નીકળવું સામાન્ય બની ગયું છે. પરંતુ મુંબઈમાં રહેતા 10મા ધોરણના વિદ્યાર્થીની વાર્તા આનાથી અલગ છે. શા માટે? કારણ કે વિદ્યાર્થીએ પરીક્ષામાં 35% માર્ક્સ મેળવ્યા છે પરંતુ તેના માતા-પિતા દુઃખી કે ગુસ્સે નથી પરંતુ ખુશ છે. તેનો દીકરો પાસ થઇ ગયો તેની તેઓ ઉજવણી કરી રહ્યો છે. આ સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશાલ મુંબઈના થાણેમાં રહે છે. તેણે 10મું ધોરણ મરાઠી માધ્યમથી કર્યું છે. વિશાલે તેના તમામ વિષયોમાં 35% માર્કસ મેળવ્યા છે. તેના પિતા ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને માતા ગૃહિણી છે. બંનેએ વિશાલને ભણાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આ જ કારણ છે કે તેમના પુત્રનું આમાં પાસ થવું તેમના માટે સૌથી પ્રથમ આવવાથી ઓછું નથી લાગતું. તેઓ આ વાતની ખુશી વ્યક્ત કરવા માટે ઉજવણી કરી રહ્યા છે.

તેમના પુત્રની આ સફળતા પર વિશાલના પિતા અશોકે કહ્યું, 'ઘણા માતા-પિતા તેમના બાળકના ટોપ સ્કોરનો ઉત્સાહ માનવતા હશે, પરંતુ અમારા માટે વિશાલના 35% પણ ઘણું મહત્વ રાખે છે. કારણ કે તેણે પરીક્ષા પાસ કરીને અમને ગૌરવ અપાવ્યું છે.

વિશાલ મિકેનિકલ એન્જિનિયરિંગમાં તેની કારકિર્દી બનાવવા માંગે છે. મીડિયા સૂત્રો સાથે  વાત કરતા વિશાલે પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો હતો. તેણે કહ્યું, 'મારા પેરેન્ટ્સે હંમેશા મને સપોર્ટ કર્યો છે. તેથી જ હું પરીક્ષા પાસ કરી શક્યો.'

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશાલની માતા વિકલાંગ છે. વિશાલના માતા-પિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એડવોકેટ સલીમ નાખ્વાએ લખ્યું, 'આ વીડિયો પોતાનામાં જ એક સિદ્ધિ છે. જો કે માર્કસથી કોઈ ફરક પડતો નથી પરંતુ પરિવારની ઉજવણી કરવાની રીત અદ્ભુત છે. દરેક માતા-પિતાએ તેમના બાળકના ગુણની ઉજવણી કરવી જોઈએ. કારણ કે હું સામાન્ય રીતે કહું છું કે, ઓછા માર્કસ આવે તો આપણો પ્રેમ અને સ્નેહ ઓછો ન થવો જોઈએ.

કન્ફ્યુઝ્ડમુલ્ગા નામના ટ્વિટર યુઝરે લખ્યું, 'ભગવાન આ પરિવારને આશીર્વાદ આપે! બાળકોને સપોર્ટ આપવો હંમેશા સારો છે.'

અભિનંદ બેઝેંક નામના યુઝરે લખ્યું, 'આ પદ્ધતિ નંબર વન છે. તમારું શૈક્ષણિક પ્રમાણપત્ર અથવા પ્રદર્શન તમારું ભવિષ્ય નક્કી કરી શકતા નથી. તે બધું તમારી મહેનત પર નિર્ભર કરે છે કે, તમે કેટલી મહેનત કરી છે. ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ.

આ સિવાય ઘણા યુઝર્સે કોમેન્ટમાં વિશાલની સ્ટોરીની પ્રશંસા કરી અને અન્ય પેરેન્ટ્સને તેમાંથી શીખવાનું કહ્યું. વિશાલ અને તેના માતા-પિતાની આ વાર્તા વિશે તમારું શું માનવું છે, તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp