'સેક્સ પ્લે બોય રોકી....' આવી ચિઠ્ઠી લખીને લોકોના ઘરોમાં નાખતો રોમિયો પકડાયો

PC: navbharttimes.indiatimes.com

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રહેનારા એક યુવકે પૈસા માટે પ્લેબોય બનવાનું નક્કી કર્યું હતું. યુવક પ્લેબોય બનીને મહિલાઓની સાથે અશ્લીલ હરકતો કરવા ઈચ્છતો હતો. યુવકે પોતાનું નામ તથા નંબર લખીને દરેક ઘરમાં ચિઠ્ઠી ફેંકવા લાગ્યો હતો. આસપાસની કોલોનીમાં રહેતા લોકોએ આ યુવકી હરકતને જોઈ. છેલ્લા ઘણા દિવસોથી કોલોનીમાં આવીને યુવક ચિઠ્ઠી ફેંકી રહ્યો હતો, જેની સૂચના સ્થાનિક લોકોએ પોલીસને આપી. સ્થાનિક લોકોની ફરિયાદ પર નવા રાયપુરના રાખી પોલીસ આખા મામલાની તપાસમાં લાગી ગઈ હતી.

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે, નવા રાયપુરના સેક્ટર 30માં અવિનાશ ન્યુ કન્ટ્રી નામની કોલોની છે. આ કોલોનીમાં છેલ્લા કેટલાંક દિવસોથી અજીબ ચિઠ્ઠીઓ મળી રહી હતી. આ ચિઠ્ઠીમાં એક યુવકે પોતાનું નામ અને ફોન નંબર લખીને રાખેલો હતો. ખુદને મેલ સેક્સ વર્કર કહી રહ્યો હતો. ઘરોમાં મળેલી આ ચિઠ્ઠીથી સ્થાનિક લોકો ઘણા પરેશાન હતા. છોકરાની તપાસ કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ કોઈ જાણકારી મળી ન હતી. જેના પછી લોકોએ રાખી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આ મામલાની ફરિયાદ કરી હતી.

મળેલી જાણકારી પ્રમાણે, આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આખરે કયા યુવકે આવી હરકત કરી છે. ખબર પડી છે કે નવા રાયપુરના જ એક કોલેજમાં ભણતા યુવકે આ હરકતને અંજામ આપ્યો છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે કંઈ પણ કહેવાથી બચી રહી છે. પોલીસનું કહેવું છે કે હાલમાં શંકાના આધારે આ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ આખા મામલાની પોલીસ ષડયંત્રના અંગલથી પણ તપાસ કરી રહી છે. આ વાતનો પણ અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે કોઈ યુવકના નામને ખરાબ કરવાની કોશિશમાં પણ આવી હરકત કરી હશે. જાણકારી એ પણ સામે આવી રહી છે કે ચિઠ્ઠી પર જે નંબર છે તે કોઈ છોકરીનો પણ હોઈ શકે છે, જેથી તેને પરેશાન કરવામાં આવી શકે.

આ મામલામાં ટૂંક સમયમાં સ્થાનિક પોલીસ ખુલાસો કરી શકે છે. રાખી પોલીસ સ્ટેશન પ્રભારી રાજેન્દ્ર જાયસવાલે કહ્યું કે લોકોની ફરિયાદ પછી તરત જ કાર્યવાહી કરતા યુવકને પકડી લેવામાં આવ્યો છે. યુવક કોલેજમાં ભણી રહ્યો છે અને કડકાઈથી પૂછપરછ કરતા તેણે મિત્રોના દબાણના કારણે આ કામ કર્યું છે. જોકે પોલીસે આ ઘટનામાં પ્રતિબંધાત્મક કાર્યવાહી કરતા ધારા 151માં મામલો નોંધ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp