પરિવારનો બહિષ્કાર, 51 હજારનો દંડ, 8 ગામોની મહિલાઓની 'લગ્નમાં દારૂબંધી' કરી

PC: livehindustan.com

લગ્ન સમારોહમાં મહેમાનોને દારૂ પીરસવાની પ્રથા વધી રહી છે. મહેમાનો દ્વારા દારૂ પીધા પછી લગ્ન સમારોહમાં રંગમાં ભંગ પાડવાનો કિસ્સો તમે પણ સાંભળ્યો હશે. પરંતુ, હવે લગ્ન સમારોહમાં દારૂ પીરસવાની પ્રથા સામે આઠ ગામની મહિલાઓ દ્વારા કડક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

મહિલા ગ્રામ્ય વડાએ નિર્ણય લીધો છે કે, જો લગ્નમાં મહેમાનોને દારૂ પીરસવામાં આવશે તો લગ્ન અને સમગ્ર પરિવારનો બહિષ્કાર કરવામાં આવશે. એટલું જ નહીં, પરિવાર તરફથી મહેમાનોને દારૂ પીરસવા પર 51,000 રૂપિયાનો દંડ પણ લાગશે. ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનના ઉત્તરકાશી જિલ્લાના આઠ ગામોની મહિલાઓ લગ્નમાં દારૂ પીરસવાના વલણ સામે ઉભી થઇ છે.

છેલ્લા ઘણા સમયથી સુખી, ઝાલા, પુરલી, જસપુર, બગોરી, ધરાલી, મુખબા, અને હર્ષિલ વગેરે ગામોમાં દારૂના સેવન બાદ લડાઈના કારણે ઘણી વખત ગામનું વાતાવરણ બગડ્યું છે. મુખબાના ગામડાના વડા શશિકલા દેવી દારૂ પીવાની પ્રથાને રોકવા વિશે માહિતી આપતા કહે છે કે, જો કોઈ પરિવાર લગ્ન સમારોહમાં મહેમાનોને શરબા પીરસતો જોવા મળશે તો આવા પરિવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

એવું કહેવામાં આવ્યું હતું કે, લગ્નમાં દારૂ પીરસવા બદલ પરિવારનો બહિષ્કાર કરવા ઉપરાંત 51,000 રૂપિયાનો આર્થિક દંડ પણ કરવામાં આવશે. પંચ મંદિર ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ હરીશ સેમવાલે પણ મહિલા ગ્રામ્ય પ્રમુખોના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દારૂ પીવાના વધતા જતા વલણને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

કહેવાય છે કે, લગ્નમાં દારૂ પીધા પછી મારપીટ અને લડાઈ ઝઘડાની ઘટનાઓ વધી જતી હતી, જેના કારણે પરસ્પર દુશ્મનાવટને પણ પ્રોત્સાહન મળતું હતું. પરંતુ, હવે લગ્નોમાં દારૂ પીરસવા પર પ્રતિબંધ મુકાયા બાદ લગ્નોનો માહોલ પણ સારો રહેશે. તેઓ માને છે કે, પ્રતિબંધને કારણે ન તો લડાઈ ઝઘડા થશે અને ન તો મારપીટની ઘટનાઓ જોવા મળશે.

સેમવાલ કહે છે કે, લગ્નના આગલા દિવસે થતી મેંદી જેવી પવિત્ર વિધિ દરમિયાન દારૂ પીરસવો એ ખૂબ જ ખોટી પ્રથા છે. કહ્યું કે મુખબા એ મા ગંગાનું શિયાળુ ધામ છે અને દારૂ પર પ્રતિબંધ એ ખૂબ જ પ્રશંસનીય પગલું છે. સુખી ગામના રહેવાસી સુખવિંદર સિંહનું કહેવું છે કે, લગ્નમાં મહેમાનોને ખુશ કરવા માટે દારૂ પીરસવામાં આવે છે.

પરંતુ, હવે દારૂબંધીને કારણે પરિવારના પૈસા પણ બચશે. લગ્નોમાં દારૂબંધીના નિર્ણયની સાથે સાથે મહિલા ગ્રામ્ય પ્રમુખોએ નિર્ણય લીધો છે કે, લોકોને દારૂ અને દારૂબંધીના નુકસાન વિશે પણ જાગૃત કરવામાં આવશે. ગ્રામજનોને અપીલ પણ કરવામાં આવી છે કે, લગ્ન સમારોહમાં મહેમાનોને દારૂ પીરસવામાં ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp