કોર્ટમાં જ રડવા લાગ્યો BF, મેરિડ GFને બોલ્યો-મને છોડી દે, વાયરલ કરી દીધેલો...

PC: aajtak.in

બિહારના ઔરંગાબાદમાં એક યુવકનો પરિણીત મહિલા સાથે અફેર ચાલી રહ્યું હતું. આ દરમિયાન યુવકે તેનો આપત્તિજનક વીડિયો બનાવી લીધો. આ વીડિયો મહિલાના પતિને મોકલી દીધો. વીડિયો જોયા બાદ મહિલાના પતિએ તેને છોડી દીધી. હવે મહિલા વીડિયો મોકલનાર યુવક પર લગ્નનો દબાવ બનાવી રહી છે. તો યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી. આ ઘટનાને લઈને મહિલા શુક્રવારે યુવકને ધસડીને ઔરંગાબાદ કોર્ટ પહોંચી, જ્યાં બંને વચ્ચે હાઇ વૉલ્ટેજ ડ્રામા થતા રહ્યા. આ ઘટના નબીનગર અને અંબા પેટાવિભાગ સાથે જોડાયેલી છે. નબીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહુલી ગામની 25 વર્ષીય યુવતીનું, નરહર અંબાના રહેવાસી 26 વર્ષીય અરુણ કુમાર સાથે એકસ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હતું.

બંને વચ્ચે 3 વર્ષ અફેર ચાલ્યું. આ દરમિયાન યુવકે પ્રેમીકાનો આપત્તિજનક વીડિયો બનાવી લીધો. યુવકે આ વીડિયો પ્રેમિકાના પતિ અને દિયરને મોકલી દીધો. તેની સાથે વાયરલ પણ કરી દીધો. વીડિયો વાયરલ થતા જ હોબાળો થઈ ગયો. પ્રેમિકાનો પતિ તેને છોડીને જતો રહ્યો. ત્યારબાદ મહિલા એકલી થઈ ગઈ. હવે તે યુવક પર લગ્નનો દબાવ બનાવી રહી છે. પતિએ જ્યારે છોડી દીધી તો પ્રેમિકા યુવકને ધસડીને લગ્ન માટે ઔરંગાબાદ કોર્ટ લઈને પહોંચી.

કોર્ટમાં વકીલે બંનેના લગ્નના દાસ્તાવેજ તૈયાર કર્યા. બંનેને શપથ પત્ર પર હસ્તાક્ષર કરવા માટે જ્યારે નોટરી સમક્ષ લાવવામાં આવ્યા તો પ્રેમિકાએ કાગળ પર સહી કરી દીધી, પરંતુ યુવકે ના પાડી દીધી. આ વાતને લઈને બંને વચ્ચે જોરદાર હાઇવૉલ્ટેજ ડ્રામા થયા. હાઇવૉલ્ટેજ ડ્રામા વચ્ચે યુવકે રડતા કહ્યું કે, મને એ સમયે ઊંચ નીચની સમજ નહોતી. આ કારણે ભૂલ થઈ ગઈ. તારી પણ પરિણીત જિંદગી છે. ન પોતાની જિંદગી બરાબર કર, ન મારી. મને છોડી દે. માફ કરી દે. યુવક જ્યારે માફી માગવા લાગ્યો તો પ્રેમિકા ગુસ્સે થઈ ગઈ.

તેણે કહ્યું કે કેવી રીતે છોડી દઉં? તારા કારણે પતિને છોડી દીધો. હવે છોકરા લઈને ક્યાં જઈશ. ખોટું જ પરંતુ તે મારી સાથે સંબંધ બનાવ્યા. બધુ જ કર્યું. વીડિયો બનાવીને વાયરલ કર્યો. હવે તને છોડીને ક્યાંય નહીં જઈ શકું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તું રડીને કર કે હસીને. લગ્ન તો મારી સાથે જ કરવા પડશે. કોર્ટ કેમ્પસમાં હાઇવૉલ્ટેજ ડ્રામાની જાણકારી મળતા જ ઔરગાબાદ મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ બંનેની કાઉન્સેલિંગ કરી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ કુમકુમ કુમારીએ જણાવ્યું કે, પોલીસ ઘટનાનું સમાધાન કરવામાં લાગી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp