છોકરાઓએ છોકરીઓ બનીને જાનમાં જબરદસ્ત ડાન્સ કર્યો, વીડિયો જોઈને લોકો ચોંકી ગયા

PC: hindi.news18.com

કોઈ પણ ધર્મમાં લગ્નના ફંક્શનમાં ડાન્સ વિના બધી જ મજા અધૂરી લગતી હોય છે. કન્યા પક્ષવાળા જાનૈયા પક્ષના લોકો જ્યાં સુધી જોરથી નાચે નહીં ત્યાં સુધી લગ્ન દરમિયાનની પાર્ટીની ખરી મજા ક્યાં હોય છે. તમે કોઈને નાગિન ડાન્સ કરતા જોયા હશે, તો ક્યારેક કોઈને લગ્નના ફંક્શનમાં ચિકન ડાન્સ કે મોર ડાન્સ કરતા જોયા હશે. થોડા સમય પહેલા એક નવા જ ઝાડુ ડાન્સે પણ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. હવે જ્યારે, આ ક્રમમાં, વધુ એક ફની ડાન્સનો ઉમેરો થયો છે અને આ વીડિયોમાં દેખાતા તે ડાન્સે લોકોના દિલ જીતી લીધા હતા, જેને જોઈને તમારો દિવસ ચોક્કસ એકદમ સારો બની જશે. વીડિયોમાં છોકરાઓ છોકરીઓની જેમ એક્સપ્રેશન આપી રહ્યા છે અને જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે.

આ રસપ્રદ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે બે છોકરાઓ અમિતાભ બચ્ચનની ફેમસ ફિલ્મ શરાબીના ગીત પર ખૂબ જ ઠુમકા લગાવીને કમર લચકાવી રહ્યા છે. વીડિયોમાં છોકરાઓનો ધમાકેદાર ડાન્સ કરવાના અંદાજ ને જોઈને જ મજા આવી રહી છે. વીડિયોમાં એક છોકરો તો બરાબર અમિતાભ બચ્ચનના પાત્રમાં જબરજસ્ત ડાન્સ કરતો જોવા મળે છે, જે ચોક્કસપણે તમારા ચહેરા પર સ્મિત લહેરાવી દેશે. વીડિયો જોઈને એવું અનુમાન લગાવી શકાય છે કે, તે કોઈના વેડિંગ ફંક્શનનો હોઈ શકે છે, જેમાં છોકરાઓ મહિલાઓના અવાજ પર પણ ખૂબ જ શાનદાર અંદાજમાં કમર હલાવીને ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે.

આ અદ્ભુત ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને 10 મેના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે. જે લોકોએ વીડિયો જોયો છે તેઓ છોકરાઓના ડાન્સના વખાણ કરતા થાકતા નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર pandit_sunil65 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લાખો લોકોએ તેને જોયો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. આના પર આવી રહેલી કોમેન્ટ સૌથી રસપ્રદ છે. મોટાભાગના લોકોએ ડાન્સિંગ બોયના વખાણ કર્યા છે અને કહ્યું છે કે ડાન્સે તેનો દિવસ સારો બનાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp