પાક. પર મિસફાયર થઇ હતી બ્રહ્મોસ મિસાઈલ, ખર્ચો 24 કરોડ

PC: siasat.com

માર્ચ 2022માં એક બ્રાહ્મોસ મિસાઇલ મિસફાયર થઈ ગઈ હતી. મિસફાયર થયા બાદ મિસાઇલ લગભગ 125 કિલોમીટર દૂરી નક્કી કરતા પાકિસ્તાનના ઈસ્ટર્ન પંજાબ પ્રાંતમાં જઈને પડી ગઈ હતી. આ બાબતે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇ કોર્ટને જણાવ્યું કે, ભૂલથી બ્રાહ્મોસ મિસાઇલ છૂટવાથી પાડોશી દેશ સાથે સંબંધ પ્રભાવિત થયા અને સરકારી ખજાનાને 24 કરોડ રૂપિયાનું નુકસાન થયું. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ્સ મુજબ, કેન્દ્ર સરકારે કોર્ટમાં ઇન્ડિયન એરફોર્સના 3 વિંગ કમાન્ડરોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો.

સસ્પેન્શન વિરુદ્ધ વિંગ કમાન્ડર રહેલા અભિનવ શર્માએ દિલ્હી હાઇ કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો. વિંગ કમાન્ડર અભિનવ શર્માની સસ્પેન્સન વિરુદ્ધ સરકારે કહ્યું કે, અધિકારીઓને કોર્ટ માર્શલ દરમિયાન પૂરી સુવિધા આપવામાં આવી અને તેમને પોતાનો પક્ષ રાખવાનો પૂરો સમય આપવામાં આવ્યો. કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યની સુરક્ષા માટે વ્યાપક પ્રભાવવાળા વિષયની સંવેદનશીલ પ્રકૃતિને ધ્યાનમાં રાખતા અરજીકર્તાની સેવાને સમાપ્ત કરવા માટે એક સચેત અને સુવિચારિત નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતીય વાયુસેનમાં એવો નિર્ણય 23 વર્ષ બાદ લેવામાં આવ્યો છે કેમ કે કેસના તથ્યો અને પરિસ્થિતિઓએ આ પ્રકારની કાર્યવાહીની માગ કરી હતી. અધિકારીઓને સસ્પેન્ડ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કેન્દ્ર સરકારે કહ્યું કે, આ નિર્ણય કોઈ પણ દુર્ભાવના વિના જનહિતમાં લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અરજીકર્તા વિંગ કમાન્ડર અભિનવ શર્માએ વાયુ સેના અધિનિયમ 1950 હેઠળ પોતાની વિરુદ્ધ જાહેર કરાયેલા સસ્પેન્શનના આદેશને પડકાર આપ્યો હતો. ઘટનાના સમયે તેઓ એક એન્જિનિયર અધિકારીના રૂપમાં ફરજ બજાવી રહ્યા હતા.

પોતાની અરજીમાં અભિનવ શર્માએ કહ્યું કે, તેને માત્ર દેખરેખની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમણે પોતાની ડ્યુટી સારી રીતે કરી અને ઓપરેશનને નિયંત્રિત કરનારા બધા કોમ્બેટ SOPનું પાલન કર્યું હતું. કેન્દ્રએ આગળ કહ્યું કે, એ કેટલી અજીબ વાત છે કે અધિકારી પોતાની ભૂલનો ઠીકરો બીજા અધિકારીઓ પર ફોડી રહ્યા છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેઓ પોતાના જવાબમાં રેકોર્ડમાં ઉપસ્થિત પુરાવાઓને રજૂ નહીં કરે, પરંતુ અરજીકર્તાની ભૂલોને સ્થાપિત કરવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની કાર્યવાહી કોર્ટને દેખાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp