
બિહારના નાલંદા જિલ્લામાં લગ્નના થોડા કલાકો બાદ જ વર-વધુના એક સાથે દર્દનાક મોત થઈ ગયા. એક પળમાં બંને પરિવારની ખુશીઓ શોકમાં બદલાઈ ગઈ. જે કારમાં વર પોતાની દુલ્હનને લઈને જઈ રહ્યો હતો, તેને પુરપાટ ઝડપે આવતા ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારી દીધી. કાર રોડ નીચે ઉતરી ગઈ. વર અને વધુનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. અકસ્માતમાં વરરજાનો બનેવી પણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો છે. પોલીસે કેસ દાખલ કરીને ટ્રેક્ટર સહિત ફરાર થયેલા ચાલકની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના બિહારના નાલંદા જિલ્લાના ગામની છે.
આ ઘટના નાલંદાના ગિરિયક પોલીસ સ્ટેશન ક્ષેત્રના પૂરેની ગામની પાસેની છે. શુક્રવારે ગિરિયકના સતૌઆ ગામના રહેવાસી કારુ ચૌધરીની દીકરી પુષ્પા કુમારી (ઉંમર 20 વર્ષ)ના લગ્ન નવાદાના મહરાના ગામના રહેવાસી શ્યામ કુમાર (ઉંમર 27 વર્ષ) સાથે થયા હતા. શનિવારે બપોરે પુષ્પાને વિદાઇ આપવામાં આવી. ઈનોવા કારમાં શ્યામ પોતાની દુલ્હન પુષ્પા અને બનેવી સાથે પોતાના ગામ મહરાના જવા નીકળ્યો હતો. બપોરે લગભગ 3-4 વાગ્યા વચ્ચે તેમની ગાડી પૂરેની ગામ પાસે પહોંચી જ હતી કે ત્યારે રેતી ભરેલા પુરપાટ ઝડપે આવતા ટ્રેક્ટરે કારણે જોરદાર ટક્કર મારી દીધી.
આ કારણે કાર રોડ નીચે ઉતરી ગઈ. શ્યામ અને પુષ્પાનું ઘટનાસ્થળ પર જ દર્દનાક મોત થઈ ગયું. શ્યામનો બનેવી અને કારનો ડ્રાઈવર આ ઘટનામાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો. ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે વર-વધુના શબને મોર્ચૂરી મોકલાવ્યા અને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત બનેવીની સારવાર માટે વિમ્સમાં દાખલ કરાવ્યો. કારને ટક્કર માર્યા બાદ આરોપી ચાલક ટ્રેક્ટર સહિત ફરાર થઈ ગયો હતો. પોલીસે કેસ દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી દીધી છે.
ઘટના બાબતે જેવી જ પરિવારજનોને જાણકારી મળી તો ત્યાં શોક પ્રસરી ગયો. એક જ પળમાં ખુશીઓ ગમમાં બદલાઈ ગઈ. લોકોનું કહેવું હતું કે, અમે તો દીકરીને ખુશી ખુશી વિદાઇ આપી હતી, શું ખબર હતી કે એવું કંઈક થઈ જશે. ગ્રામજનોનું કહેવું છે કે સતૌઆમાં રોજ મોટા પ્રમાણમાં રેતીનું ખનન થાય છે. રેતી ખનન કરનારા લોકો ટ્રેક્ટરથી રેતી ભરીને પુરપાટ ઝડપે વાહન દોડાવે છે. આ કારણે મોટા ભાગે અકસ્માત થતા રહે છે. ગ્રામજનોનો આરોપ છે કે પોલીસની પણ ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ સાથે મિલીભગત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp