અડધી રાતે પોલીસ સ્ટેશને ધરણા પર બેસી ગયા વર-વધુ, જાણો શા માટે હતા પોલીસથી નારાજ

PC: aajtak.in

મધ્ય પ્રદેશના રતલામના ઔદ્યોગિક ક્ષેત્રમાં સોલંકી પરિવારનો લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. ત્યાં 2 જવાન પહોંચ્યા અને DJ બંધ કરાવી દીધી. તેના પર વર-વધુ સહિત મહેમાન રાત્રે લગભગ 12 વાગ્યે GRP પોલીસ સ્ટેશન પહોંચી ગયા. તેમણે ઔદ્યોગિક ક્ષેત્રના પોલીસ સ્ટેશનના બંને જવાનો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરીને કાર્યવાહીની માગ કરી અને પોલીસ સ્ટેશન પરિસરમાં જ ધરણાં પર બેસી ગયા. રિપોર્ટ્સ મુજબ, રેલવે કોલોની ક્ષેત્રમાં ચાલી રહેલા એક લગ્ન સમારોહ દરમિયાન વર-વધુ સહિત મહેમાન અડધી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ધરણાં પર બેસી ગયા હતા.

વર-વધુ, દુલ્હન અને મહેમાનોનો આરોપ હતો કે લગ્ન સમારોહમાં ચાલી રહેલી DJને બંધ કરાવવા માટે બે પોલીસ જવાનોએ મહિલાઓ સાથે અભદ્રતા કરી વર-વધુની માગ હતી કે જ્યાં સુધી પોલીસકર્મીઓ પર કાર્યવાહી નહીં થાય, તેઓ ફેરા નહીં લે. લગભગ 3 કલાક સુધી ધરણાં પ્રદર્શન બાદ કાર્યવાહીનું આશ્વાસન મળ્યું, ત્યારે ધરણાં સમાપ્ત કરી દીધા. વરરાજા અજય સિંહ સોલંકી કહ્યું કે, મારા લગ્ન હતા. 2 પોલીસ જવાન આવ્યા અને DJ બંધ કરાવી દીધી. મારા લગ્ન બગાડી દીધા.

તેણે આગળ કહ્યું કે, મહિલાઓ સાથે ગરવર્તન કર્યું. પંકજ અને શોભારામ નામના જવાન ઔદ્યોગિક ક્ષેત્રના છે. અમારું રેલવે ક્ષેત્ર છે. તેઓ પોતાનું ક્ષેત્ર છોડીને અહી આવ્યા. અમે પોલીસ સ્ટેશને ગયા હતા. તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. 2 કલાક કરતા વધુ સમય સુધી પોલીસ સ્ટેશનમાં અમે બેઠા. TIએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. વરરાજાની ભાભી કોમલ સોલંકીએ કહ્યું કે, મારા દિયરના લગ્ન હતા. ઔદ્યોગિક ક્ષેત્ર પોલીસ સ્ટેશનના 2 જવાન પંકજ અને શોભારામ આવ્યા અને બોલી ગયા કે SPનો આદેશ છે, DJ બંધ કરાવવામાં આવે.

અમે તેમને કહ્યું કે, ફેરા થઈ જવા દો, અમે બંધ કરી દઇશું, પરંતુ બંનેએ દારૂ પી રાખ્યો હતો. તેમણે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું. અમે કાર્યવાહી માટે આવ્યા છીએ. IT ઔદ્યોગિક ક્ષેત્ર રાજેન્દ્ર શર્માએ કહ્યું કે, જુઓ GRP ક્ષેત્રના કેટલાક લોકો સોલંકી પરિવારના અહીં આવ્યા. તેમનું કહેવું છે કે ઔદ્યોગિક ક્ષેત્રના 2 જવાન તેમને ત્યાં ચાલી રહેલા લગ્ન સમારોહમાં DJ બંધ કરાવવા પહોંચ્યા. તેમણે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું. કાર્યવાહીની માગ કરી રહ્યા હતા. 12 વાગ્યાની આસપાસ એક પોઈન્ટ ચાલ્યો હતો કે જ્યાં પણ DJ ચાલી રહી છે બંધ કરાવવામાં આવે.

બંને જવાન પહોચ્યા હતા, તેઓ IA પોલીસ સ્ટેશનથી એકદમ નજીક છે. ત્યાં સ્ટેશન રોડ પોલીસ સ્ટેશનના IT પણ પહોંચ્યા હતા. DJ બંધ કરવી, પરંતુ આ લોકો DJ બંધ કરાવવાને લઈને નારાજ થઈને બંને જવાનો વિરુદ્ધ કાર્યવાહીની માગને લઈને આવ્યા હતા. લેખિતમાં અરજી આપી છે. અમે તપાસ બાદ કાર્યવાહીની વાત કહી છે. તપાસમાં જો બંને જવાન દોષી સાબિત થયા તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp