બહેનપણીના મજાકથી રડી પડ્યા જીજાજી, ગુસ્સે થઈને દુલ્હને લીધો આ નિર્ણય

PC: edition.cnn.com

બિહારના સારણથી લગ્ન તૂટવાની અજીબોગરીબ ઘટના સામે આવી છે. કોપાના પતીલાના રહેવાસી મોતીલાલના પુત્ર પ્રશાંતની જાન ખૂબ જ ધામધૂમથી નીકળી હતી. કન્યા પક્ષે જાનૈયાઓનું સ્વાગત જોરદાર અંદાજમાં કર્યું હતું. ચારે તરફ ખુશીઓનો માહોલ હતો અને ધીરે ધીરે લગ્નના રીત-રિવાજો ચાલી રહ્યા હતા. વરમાળાની રીત બાદ દુલ્હન અને તેની સખીઓને લાગ્યું કે વરરાજો મંદબુદ્ધિ છે. આ દરમિયાન જેમ જેમ લગ્નના રીત-રિવાજો થતા જઈ રહ્યા હતા, સખીઓની વરરાજા પર શંકા વધુ ગાઢ થતી જઈ રહી હતી.

શંકાને સાચી સાબિત કરવા માટે દુલ્હનની સખીઓએ વરરજાને સવાલ કરવાની શરૂઆત કરી દીધા. તેના પર વરરજો પ્રશાંત ગભરાઈ ગયો અને મંડપમાં બધા સામે રડવા લાગ્યો. વરરાજાને આ પ્રકારે રડતો જોઈને દુલ્હન ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. ત્યારબાદ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. દુલ્હને સ્પષ્ટ કરી દીધું કે, વરરાજા માનસિક રૂપે સારી નથી એટલે તે કોઈ પણ સ્થિતિમાં તેની સાથે લગ્ન નહીં કરે. છોકરીની આ જાહેરાત બાદ ખુશીઓવાળો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો.

વર અને કન્યા પક્ષ વચ્ચે તીખી બહેસ થવા લાગી અને આખો માહોલ તણાવપૂર્ણ થઈ ગયો. છોકરીના આ નિર્ણયના સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. પછી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળ પર ભેગા થવા લાગ્યા. આ દરમિયાન દુલ્હનને ગામના મોટા વૃદ્ધોએ સમજાવી છતા તે ન માની અને તેણે લગ્ન તોડી દીધા. ત્યારબાદ કન્યાના પિતાએ દહેજમાં આપેલો સામાન પાછો આપવા માટે કહ્યું અને વાત બગડી ગઈ. સમાચાર સાંભળીને મુખિયા પતિ કમલેશ પ્રસાદ, સરપંચના પતિ મોન્ટુ રાય, સોનાલાલ શાહ, રૂસ્તમ, જિતેન્દ્ર ગોસ્વામી.

વર પક્ષ તરફથી મુખિયા મિથલેશ સિંહ વગેરેએ સમજાવવાનો પ્રયાસ કર્યો. દુલ્હનને પૂછવા પર દુલ્હન લગ્ન ન કરવાના પોતાના નિર્ણય પર જ અડગ રહી. ગામના બુદ્ધિજીવીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ વચ્ચે બહાવ કરીને માહોલ શાંત કરાવ્યો. દુલ્હન વિના જ વરરાજાએ પાછા જતું રહેવું પડ્યું. ગામમાં છોકરીના આ નિર્ણયને લઈને જાત જાતની વાતો થઈ રહી છે. કોઈ આ નિર્ણયને સાચો ઠેરવી રહ્યું છે, તો કોઈ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય કહી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp