દુલ્હને ફ્લાઈંગ કિસ આપી, માએ સિગારેટના ધુમાડા ઉડાવ્યા,વરરાજો લગ્ન છોડી ભાગ્યો

PC: uptak.in

'તેરે દ્વાર પે આયી બારાત, તેરે દ્વાર પે આયી બારાત... પ્રેમ કે મોતી લૂંટા દે, નૈન સ્વાગત મેં બિછા દે... હો જરા આદર કે સાથ, તેરે દ્વાર પે આયી બારાત...' આ ગીત પર નાચતા વરરાજાના મિત્રો અને કુટુંબીજનો લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. જાનૈયાઓના સ્વાગત સાથે લગ્નની વિધિનો પ્રારંભ થયો હતો. પરંતુ વર-કન્યા સાત ફેરા કરે તે પહેલા જ લોકોથી ભરચક લગ્ન સમારોહના સ્થળે કન્યાની માતાએ એવા કેટલાક કારનામા સામે આવ્યા કે, વરરાજાએ લગ્ન કરવાની જ ના પાડી દીધી.

હકીકતમાં, હયાતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સરાયતરીનમાં રહેતા એક યુવકના સંબંધો સંભલ જિલ્લાના જ ગંવા શહેરની એક યુવતી સાથે નક્કી થયા હતા. બંને પક્ષો વચ્ચે વાતચીત થયા પછી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યાર પછી દુલ્હન પક્ષના લોકો પણ નક્કી કરેલા સમય અને તારીખ મુજબ લગ્ન સ્થળ પર પહોંચી ગયા હતા.

જ્યારે વર પક્ષના લોકો બેન્ડ વાજા સાથે નાચતા ગાતા લગ્ન સમારંભ સ્થળના દરવાજે પહોંચ્યા, ત્યારે કન્યાની માતા અને અન્ય લોકોએ જાનૈયાઓનું સ્વાગત કર્યું. કન્યા પક્ષની આગતા સ્વાગત થઇ ગયા પછી બંને પક્ષની વિધિઓ ચાલી રહી હતી. આરોપ છે કે, આ દરમિયાન દુલ્હનની માતા DJના સંગીત પર ડાન્સ કરવા લાગી હતી.

દરમિયાન, જ્યારે વરરાજાની નજર તેની ભાવિ સાસુ પર પડી ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. પરંતુ, આ દરમિયાન દુલ્હનની માતાએ DJ પર ડાન્સ કર્યો અને મોઢામાં સિગારેટ લઈને ધુમાડાના ગોટાઓ ઉડાવ્યા હતા, આ નજારો જોઈને જાનૈયાઓ પણ દંગ રહી ગયા. ત્યાર પછી વરરાજાએ માન મર્યાદા પર કરી દીધી હોવાનું કહીને દુલ્હન સાથે સાત ફેરા લેવાની ના પાડી દીધી હતી.

વરરાજાનો નિર્ણય સાંભળીને દુલ્હન પક્ષના લોકો ચોંકી ગયા હતા. તેઓએ વરરાજા અને તેના પરિવારના સભ્યોને સમજાવવાની કવાયત શરૂ કરી હતી. પરંતુ વરરાજાએ તેની સાસુના કારનામા જોઈને લગ્ન ન કરવાનું મન બનાવી લીધું હતું. આખરે દુલ્હન પક્ષના લોકો પણ દુલ્હન સાથે સ્થળ પરથી પરત ફર્યા હતા.

આ મામલે વરરાજાના પિતાનું કહેવું છે કે, લગ્નની રાત્રે DJ પર ડાન્સ થઈ રહ્યો હતો અને છોકરીની માતા નશામાં હતી. બીજી તરફ જે સમયે સંબંધ થયો તે સમયે અમે યુવતીને જોઈને જ બધું નક્કી કર્યું હતું. અમને કહેવામાં આવ્યું કે, બંને પક્ષો માટે વ્યવસ્થા કરવી પડશે, તેથી અમે બંને પક્ષોનો ખર્ચ ઉઠાવ્યો. જ્યારે જાનૈયાઓ સાથે વરરાજા દરવાજા સુધી પહોંચ્યા ત્યારે કન્યાની માતા આરતીની થાળી પણ પકડી શકતી ન હતી. પુત્રના લગ્ન ન કરવા પાછળનું કારણ છોકરી અને તેની માતા જ છે.

બીજી તરફ વરરાજાના ભાઈનું કહેવું છે કે, જ્યારે જાન લગ્ન સ્થળે પહોંચી ત્યારે પણ દુલ્હનની માતા વારંવાર ડાન્સ કરી રહી હતી અને તે ખૂબ જ નશામાં હતી. જ્યારે દુલ્હન સ્ટેજ પર આવી ત્યારે તે બધાની સાથે હાથ મેળવીને ફ્લાઈંગ કિસ કરી રહી હતી. આવી હરકતો ભાઈએ લગ્ન કરવાની ના પાડી દીધી.

જો કે, ઘણીવાર લગ્નપ્રસંગમાં દહેજની માંગણી પુરી ન થવાને કારણે અવારનવાર સંબંધો તૂટવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ સંભલ જિલ્લામાં માન-સન્માનના ઉલ્લંઘનને કારણે લગ્ન અધવચ્ચે જ તૂટી ગયાનો મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp