26th January selfie contest

જેની સાથે થવાના હતા લવ મેરેજ, એણે જ લગ્નના દિવસે ગળું દબાવ્યું, આવી રીતે પકડાયો

PC: amarujala.com

લખનૌમાં વરરાજાએ લગ્નના દિવસે જ દુલ્હનને બોલાવીને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. વરરાજાએ છોકરીને બ્યૂટી પાર્લર લઇ જવાના બહાને બોલાવી અને પિકનિક સ્પોટ લઇ જઈને દુપટ્ટાથી ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી. ત્યારબાદ, કુકરૈલ જંગલમાં શવ ફેંકી દીધુ. પરિવારજનોએ મહાનગર પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની ફરિયાદ દાખલ કરાવી. પોલીસે જ્યારે છોકરીની કોલ ડિટેલ કાઢી તો આ સનસનીખેજ ખુલાસો થયો. પોલીસે વરરાજાની ધરપકડ કરી લીધી છે અને તેના પુરાવારૂપે કુકરૈલના જંગલમાંથી યુવતીનું શવ જપ્ત કર્યું છે.

મામલામાં ડીસીપી સેન્ટ્રલ અપર્ણા કૌશિકે જણાવ્યું, લખનૌ મહાનગર ક્ષેત્રમાં કોમલ નામની એક યુવતી લગ્નના દિવસે ઘરેથી નીકળી હતી અને પાછી આવી ન હતી. પરિવારજનોની ફરિયાદ પર મામલો દાખલ કરી તપાસ કરવામાં આવી. તપાસમાં જાણકારી મળી કે યુવતીના જે છોકરા સાથે લગ્ન થવાના હતા તેણે જ યુવતીની હત્યા કરી દીધી. યુવતીના શવને જપ્ત કરી લેવામાં આવ્યું છે. આરોપીએ જણાવ્યું કે, તે લગ્ન કરવા માંગતો ન હતો આથી તેણે છોકરીની હત્યા કરી દીધી.

જુના મહાનગર ઘોસિયાના નિવાસી ફુગ્ગા વિક્રેતા સંજય કુમાર કશ્યપની 22 વર્ષીય દીકરી કોમલના લગ્ન 4 મેના રોજ રાયબરેલી નિવાસી રાહુલ સાથે થવાના હતા. રાહુલ કુર્સી રોડ પર ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવે છે. છોકરીના પિતાએ જણાવ્યું કે, લગ્નના દિવસે સવારે જ ઘરેથી બ્યૂટી પાર્લર જવાની વાત કહી કોમલ નીકળી હતી પરંતુ, અમને રાહુલ સાથે જવાની વાત જણાવી નહોતી. ઘણા કલાકો વીતી ગયા બાદ પણ જ્યારે દીકરી ઘરે પાછી ના આવી તો રાહુલને ફોન કરવામાં આવ્યો. રાહુલે આ મામલા અંગે તેને કોઈ જાણકારી ના હોવાનું જણાવ્યું. ત્યારબાદ મહાનગર પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી.

તેમણે કહ્યું, મહાનગર પોલીસે મામલાને ગંભીરતાથી ના લીધો. ત્યારબાદ અમે લોકોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો. દીકરીની જાણકારી મેળવવા માટે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ નાંખવા માંડ્યા. જ્યારે પોસ્ટ વાયરલ થવા માંડી તો પોલીસ હરકતમાં આવી. ત્યારબાદ પોલીસે કોમલની કોલ ડિટેલ કાઢી તો છેલ્લો ફોન રાહુલનો નીકળ્યો. રાહુલે સવારે આશરે 8 વાગ્યે કોમલને કોલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે રાહુલને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી. રાહુલની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો તેણે હત્યાની વાત કબૂલી.

પોલીસ પૂછપરછમાં રાહુલે જણાવ્યું, ત્રણ વર્ષ પહેલા હું ઇલેક્ટ્રોનિકની દુકાન પર કોમલને મળ્યો હતો. ત્યારબાદ અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને ધીમે-ધીમે અમે મિત્ર બની ગયા. પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ત્રણ વર્ષથી અમે રિલેશનમાં હતા પરંતુ, હું લગ્ન કરવા માંગતો ન હતો. કોમલે દબાણ કરતા લગ્ન માટે તૈયાર થઈ ગયો હતો. પરંતુ, લગ્નમાં આવવાની પપ્પા-મમ્મી અને સગા-સંબંધીઓએ ના પાડી દીધી હતી. આથી, 4 મેની સવારે કોમલને બ્યૂટી પાર્લરના બહાને મહાનગર ઘોસિયાનાની પાસે બોલાવી. ત્યારબાદ ફરવા જવાના બહાને પિકનિક સ્પોટ લઇ જઈને તેની હત્યા કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp