પતિ સાથે હનીમૂન પર ગયેલી દુલ્હન થિયેટરમાંથી ભાગી,7 દિવસમાં 7 જન્મનો સંબંધ તૂટ્યો

PC: aajtak.in

રાજસ્થાનની રાજધાની જયપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના સાત દિવસ પાછી એક કપલ અહીં હનીમૂન માટે આવ્યું હતું, પરંતુ અચાનક પતિએ પોલીસ સ્ટેશન પહોંચીને પત્નીના ગુમ થવાનો કેસ નોંધાવવો પડ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, તે અને તેની પત્ની થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યા હતા. ઈન્ટરવલમાં તે ખાવા-પીવાની ખરીદી કરવા ગયો હતો, પરંતુ પરત ફરતી વખતે તેની પત્ની ત્યાં મળી ન હતી. પોલીસ પરિણીત મહિલાને શોધી રહી હતી, આ દરમિયાન તે પોતે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે જે કહ્યું તે સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. પરિણીત મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે આ લગ્નથી ખુશ નથી, તેથી તે થિયેટરમાંથી ભાગી ગઈ હતી.

મળતી માહિતી મુજબ સીકરમાં રહેલા એક યુવકના લગ્ન થયા હતા. લગ્નના સાત દિવસ પાછી 3 જૂને યુવક તેની નવી દુલ્હન સાથે હનીમૂન મનાવવા માટે જયપુર આવ્યો હતો. તેણે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને આવનારા દિવસો માટે પ્લાન પણ બનાવ્યો હતો. આમાંનો એક પ્લાન તેની પત્ની સાથે પિંક સ્ક્વેર મોલમાં મૂવી જોવાનો હતો.

પ્લાન મુજબ બપોરે 12 વાગ્યે પતિ તેની નવી વહુને સાથે લઈને ફિલ્મ જોવા પહોંચી ગયો. ઈન્ટરવલમાં તે ખાવા પીવાની વસ્તુઓ લેવા માટે બહાર ગયો હતો, તે દરમિયાન તેની પત્ની ત્યાંથી ભાગી ગઈ હતી. જ્યારે પતિ પાછો આવ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા, તેની પત્ની ત્યાં ન હતી. થિયેટર અને મોલમાં ઘણા સમય સુધી શોધ કર્યા પછી પણ તે ત્યાં મળી ન હતી. પરેશાન પતિએ ફોન કર્યો તો તેનો ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. આ પછી પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસમાં તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી.

આ દરમિયાન થિયેટરમાંથી ભાગી ગયેલી પરિણીત મહિલા જયપુરના શાહપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, તે આ લગ્નથી ખુશ નથી. આ કારણોસર, તક મળતા, તે થિયેટર છોડીને ભાગી ગઈ. ત્યાંથી તે બસમાં બેસીને તેના પિયર શાહપુરા ચાલી ગઈ હતી. નવી વહુ પોલીસ મથકે પહોંચતા શાહપુરા પોલીસે આદર્શનગર પોલીસને જાણ કરી હતી. ત્યારથી બંને પરિવાર પરિણીત મહિલાને મનાવવામાં લાગેલા છે. લગ્ન સમયે સાત ફેરા લીધા પછી સાત જન્મો સુધી સાથે રહેવાના વચનમાં દંપતીનો આ સંબંધ લગ્નના સાત દિવસ બાદ જ તૂટવાની અણી પર છે. જો કે, જો કન્યા તેના પતિ સાથે રહેવા માટે સંમત થતી હોય તો, બંને પરિવારોમાં ફરી એકવાર ખુશીઓ પાછી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp