લગ્નના ત્રીજા દિવસે પત્નીની કરતૂત જોઈ પતિના ઉડી ગયા હોશ

રાજસ્થાનના જયપુરથી એક નવી નવેલી દુલ્હનની ચોંકાવનારી કરતૂત સામે આવી છે. અહીં એક યુવકે લગ્ન કરવા માટે એજન્ટને લાખો રૂપિયા આપ્યા. ત્યારબાદ મંદિરમાં લગ્ન થયા અને વર-વધુએ એકબીજાને વરમાળા પહેરાવી. પછી દુલ્હન વિદાઇ થઇને સાસરે પહોંચી. પરંતુ, કોઇને પણ તેના ખરાબ ઇરાદાઓની જાણ ના થઈ. જયપુરના બિંદાયકા ક્ષેત્રમાં રહેતા યુવકે જણાવ્યું કે, તેના પાડોશી દ્વારા યુપીના એક વ્યક્તિની દીકરી સાથે લગ્ન નક્કી થયા. ત્યારબાદ, દીકરીના પિતા પપ્પૂ યાદવે એજન્ટ ખાન પાસે લગ્ન માટે દોઢ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. 16 એપ્રિલે તે પાડોશી ગોપાલ સાથે જયપુરની એક હોટેલમાં પહોંચ્યો.
ત્યાં તેણે દીકરી અંતિમા (23 વર્ષ) ના લગ્નની વાત નક્કી કરી અને 19 એપ્રિલે કોર્ટમાં સ્ટેમ્પ પેપર પર લિવ-ઇન-રિલેશનશિપના કાગળ તૈયાર કરાવ્યા. ત્યારબાદ, ગણેશ મંદિરમાં દુલ્હા-દુલ્હને એકબીજાને વરમાળા પહેરાવી અને લગ્ન થઈ ગયા. ત્યારબાદ, એજન્ટે 1 લાખ રૂપિયા કેશ અને 55 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા. બીજી તરફ, નવી નવેલી દુલ્હનના સ્વાગત માટે ઘરમાં ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. ઘરના સભ્યો અને સગા-સંબંધીઓ ખૂબ જ ખુશ હતા. દુલ્હનના આવવા પર મિઠાઈઓ વહેંચવામાં આવી. ત્યારબાદ, સમય આવ્યો સુહાગરાતનો તો દુલ્હન પોતાના પતિ સામે બહાના બનાવવા માંડી. દુલ્હા સહિત કોઇને પણ તેના ઇરાદાઓની જાણ નહોતી.
22 એપ્રિલની રાત્રે પતિ પોતાની પત્ની સાથે સૂઈ રહ્યો હતો. પરંતુ, જ્યારે આંખ ખુલી તો પત્ની ગાયબ હતી. તેણે પત્નીને ખૂબ જ શોધી પરંતુ, તેનો કોઈ પત્તો ના મળ્યો. આ દરમિયાન દુલ્હાની નજર રૂમમાં મુકેલી તિજોરી પર પડી તો તેણે જોયુ કે સોના-ચાંદીના દાગીના અને કેશ ગાયબ હતા. ત્યારબાદ તેમને લુંટેરી દુલ્હનની કરતુત વિશે જાણકારી મળી. ત્યારબાદ, વરરાજાએ એજન્ટ અને તેના સાથી સાથે વાતચીત કરી. તે બંને સતત ગુમરાહ કરી રહ્યા હતા. આવુ ઘણા મહિનાઓ સુધી ચાલ્યુ. વરરાજાના પરિવારના સભ્યો લોકલાજના કારણે પોલીસમાં ફરિયાદ કરવાની હિંમત ના કરી શક્યા. દરમિયાન જ્યારે વર પક્ષના હાથમાં લગ્ન પહેલા રૂપિયા આપવાનો વીડિયો લાગ્યો તો વરરાજાએ તેના આધાર પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસ લુંટેરી દુલ્હન, એજન્ટ અને ગેંગના સાથીઓને શોધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp