લગ્નમાં વરરાજાએ એવું કર્યું કે કન્યાના માતાએ જાન પાછી મોકલી, લોકોએ કર્યા વખાણ

PC: instagram.com

બેંગલુરુમાં એક લગ્ન દરમિયાન, વરરાજા અને તેના મિત્રોએ એટલો દારૂ પીધો હતો કે, છોકરીના પરિવારે લગ્ન રદ કરવા પડ્યા. આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો દુલ્હનની માતાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

કોઈ પણના જીવનમાં લગ્ન એક ખાસ ક્ષણ હોય છે. આ પ્રસંગે કન્યા અને વરરાજા બંને મર્યાદામાં રહેતા હોય છે. પરંતુ બેંગલુરુમાં બનેલી એક ઘટના જાણીને તમને પણ આઘાત લાગશે. ખરેખર, બેંગલુરુમાં લગ્નના દિવસે, વરરાજાએ તેના મિત્રો સાથે મળીને ખૂબ દારૂ પીધો હતો. ત્યાર પછી તેણે કેટલીક એવી હરકતો કરી જેના લીધે દુલ્હનના પરિવારને આઘાત લાગ્યો હતો.

આખરે, વરરાજા અને તેના મિત્રોથી કંટાળીને, કન્યાની માતા લગ્ન રદ કરી દીધા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં દુલ્હનની માતાના વખાણ કરતા થાકતા નથી. લોકો કહે છે કે, આવા સમયે દરેક માતાએ આવો કઠોર નિર્ણય લેવો જોઈએ.

 
 
 
View this post on Instagram

A post shared by News For India (@news.for.india)

આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ માતાના વખાણ કરતા થાકતા નથી. લોકો કહે છે કે માતાએ તેની પુત્રી માટે એક અદ્ભુત નિર્ણય લીધો છે. એક યુઝરે માતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને પૂછ્યું કે શું વરરાજા આ ખાસ દિવસે નશો કર્યા વગર ન રહી શકે. બીજાએ કહ્યું, ખૂબ સારું. દરેક માતા આવી જ હોવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યું કે, દુલ્હનને ભયંકર લગ્નમાંથી બચાવી લેવામાં આવી. એ સારું થયું કે એનો અસલી ચહેરો સામે આવી ગયો.

વીડિયોમાં, દુલ્હનની માતા સ્ટેજ પર નમ્રતાથી હાથ જોડીને ઉભી રહેલી જોઈ શકાય છે. આ દરમિયાન, માતા વરરાજાના પરિવારને લગ્નની જાનને પાછી લઈ જવાની અપીલ કરતી જોવા મળે છે. દારૂ પીધા પછી હોબાળો મચાવવા બદલ તે વરરાજા અને તેના મિત્રોથી ખૂબ જ ગુસ્સામાં હોય છે. કારણ કે તે બધા નશામાં હતા અને છોકરીના પરિવારના સભ્યો સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા.

તે ઉપરાંત, તેઓ લગ્નમાં પણ અવરોધો ઉભા કરી રહ્યા હતા. જેના કારણે માતાએ પોતાની પુત્રીના લગ્નની જાન પાછી મોકલવાનો નિર્ણય લેવો પડે છે. આશરે 58 સેકન્ડની આ રીલ માતાની અપીલ સાથે સમાપ્ત થાય છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, આ વીડિયોને 17 લાખથી વધુ વ્યૂઝ અને 51 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે પોસ્ટ પર અઢી હજારથી વધુ ટિપ્પણીઓ આવી છે.

આ રીલને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી વખતે @news.for.indiaએ લખ્યું- બેંગલુરુમાં બનેલી એક આશ્ચર્યજનક ઘટનાએ ઘણા લોકોને ચોંકાવી દીધા છે. લગ્નના દિવસે વરરાજા અને તેના મિત્રો દારૂ પી ગયા, લગ્નમાં ખલેલ પહોંચાડી અને અયોગ્ય વર્તન કર્યું. તેની પ્રવૃત્તિઓ એટલી ખરાબ હદે વધી ગઈ કે, લગ્ન સમારોહ રદ કરવો પડ્યો. કન્યાની માતાએ નમ્રતાથી લગ્નની જાનને નીકળી જવા વિનંતી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp