BJP MP બ્રિજ ભૂષણ સિંહને ખબર હતી કે તેઓ શું કરી રહ્યા છે, પોલીસની કોર્ટમાં દલીલ

PC: jagran.com

મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના આરોપી ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપો ઘડવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે કોર્ટે બ્રિજ ભૂષણને હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી. આજે સુનાવણી પૂર્ણ થઈ છે. હવે આગામી સુનાવણી 7 ઓક્ટોબરે થશે

દિલ્હી પોલીસે કોર્ટમાં દલીલ કરતા કહ્યુ હતું કે બ્રિજ ભૂષણ સિંહને ખબર હતી કે તેઓ શું કરી રહ્યા છે. બ્રિજ ભૂષણને જ્યારે પણ તક મળતી હતી ત્યારે તેઓ મહિલા પહેલવાનો સાથે શારિરક શોષણ કરવાની કોશિશ કરતા હતા.

દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યુ કે સવાલ એ નથી કે પીડિત યુવતીએ કોઈ પ્રતિક્રિયા આપી છે કે નહીં, સવાલ એ છે કે તેમની સાથે ખોટું કરવામાં આવ્યું છે. જે પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા છે તે બ્રિજ ભૂષણ સામે આરોપો ઘડવા માટે પૂરતા છે.

દિલ્હી પોલીસે સુનાવણી દરમિયાન ફરિયાદીઓની સાથે દિલ્હીમાં Wrestling Federation of India ( WFI) ની ઓફિસમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ ફરિયાદોનો ક્ષેત્ર અધિકાર દિલ્હીમા જ બને છે.

એક મહિલા કુસ્તીબાજનું કહેવું છે કે તજાકિસ્તાનમાં એક ઈવેન્ટ દરમિયાન બ્રિજ ભૂષણે ફરિયાદીને રૂમમાં બોલાવી અને બળજબરીથી ગળે લગાવી હતી.જ્યારે ફરિયાદીએ તેની સામે વિરોધ કર્યો ત્યારે બ્રિજભૂષણે કહ્યું કે તેણે તેના પિતાની જેમ જ કર્યું છે, આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રિજભૂષણ જાણતા હતા કે તે શું કરી રહ્યા છે.

બીજી એક ફરિયાદનો ઉલ્લેખ કરીને પોલીસે ક્હયું કે તજાકિસ્તાનમાં એશિયન ચેમ્પિયનશીપ દરમિયાન બ્રિજ ભૂષણ સિંહ ફરિયાદીની મંજૂરી વગર શર્ટ ઉંચો કરી દીધો હતો અને અયોગ્ય રીતે ર્સ્પશ કર્યો હતો.

દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યુ કે જો ભારતમાં કોઇ મહિલા સાથે IPCની ધારા 354A હેઠળ ગુનો નોંધાઇ છે તો આરોપીને વધારેમાં વધારે 3 વર્ષની સજા થઇ શકે છે.

દિલ્હી પોલીસે ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ઉલ્લેખ કરીને કહ્યું કે એ કેસમાં પણ FIR અલગ અલગ નોંધાઇ હતી, પરંતુ કોર્ટે સુનાવણી વખતે એક જ જગ્યાએ કલ્પ કરી દીધી હતી.

અગાઉ જ્યારે સુનાવણી થઇ હતી હતી ત્યારે મહિલા પહેલવાનોના વકીલ રેબિકા જોને કોર્ટમાં ક્યારે ક્યારે અને કઇ કઇ જગ્યાએ મહિલા પહેલવાનો સાથે યૌન ઉત્પીડન થયું હતું તે વાત કોર્ટને જણી હતી. એમાં દેશ અને વિદેશ બંને સામેલ હતા.

રેબિકા જોને કોર્ટને કહ્યું હતું કે એક મહિલા પહેલવાને ફરિયાદમાં કહ્યું હતું કે વર્ષ 2016માં મંગોલિયના રિયોમાં ઓલિમ્પિક ક્વોલિફાઇ ર્સ્પધામાં ભાગ લીધો હતો. ફરિયાદી હોટલની રેસ્ટોરન્ટમાં ભોજન કરવા ગઇ હતી. ત્યાં બ્રિજ ભૂષણ પણ હાજર હતા. બ્રિજ ભૂષણે ફરિયાદી મહિલાને બોલાવીને તેણીના શરીર પર હાથ ફેરવ્યો હતો અને પેટ સુધી હાથ લઇ ગયા હતા. આ ઘટનાથી ફરિયાદી ગભરાઇ ગઇ હતી અને પોતાના રૂમમાં ચાલી ગઇ હતી.

રેબિકાએ કોર્ટને કહ્યું હતું કે એક મહિલા પહેલવાને જણાવ્યું હતું કે બ્રિજ ભૂષણ પુરુષ કુસ્તીબાજોના એક્યુપંચર વિશે જાણકારી મેળવતા ક્યારેય જોવા મળ્યા નહોતા. અન્ય એક મહિલા પહેલવાને પોતાની ફરિયાદમાં કહ્યું છે કે મને ફિઝિકલ રિલેશન રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. એવું કહેવામાં આવતું હતું કે સમાધાન કરી લે તો તને ક્યારેય કોઇ તકલીફ નહીં પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp