ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો અને પછી ત્યાં જ સૂઈ ગયો, સવારે ચોર મુશ્કેલીમાં મુકાઈ ગયો

PC: aajtak.in

UPના કાનપુરમાં ચોરોની ટોળકી એક ઘરમાં ઘૂસી ગઈ. ટોળકીમાંથી એક યુવકે તેના મિત્રોને કહ્યું કે, તમે લોકો ચોરી કરો ત્યાં સુધી હું આરામ કરી લઉ. તે ઘરમાં સૂતો રહ્યો અને તેના સાથીદારો ઘરમાંથી કિંમતી સામાન લઈને ભાગી ગયા. સવારે જ્યારે મકાનમાલિકે ચોરને રૂમમાં સૂતેલો જોયો તો તેણે તેને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બે ચોરની ધરપકડ કરી છે. પોલીસ બીજા એક ચોરને શોધવામાં વ્યસ્ત છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હકીકતમાં, મામલો શહેરના નૌબસ્તા વિસ્તારનો છે. અહીં રહેતા ઈન્દ્ર કુમારની પત્નીનું 6 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. ઈન્દર કુમાર તેની પત્નીના અંતિમ સંસ્કાર માટે તેના ગામ ગયો હતો અને ઘરને તાળું મારીને તેણે પડોશમાં રહેતા તેના સંબંધી રામજી તિવારીને ચાવી આપી હતી. નૌબસ્તાના જ રહેવાસી દીપક શુક્લાએ તેના સહયોગી સોનુ પાંડે અને સુનીલ તિવારીની સાથે મળીને ઈન્દર કુમારના ઘરમાં ચોરીની યોજના બનાવી હતી. તે જાણતો હતો કે ઈન્દર કુમાર ગલ્લાનો વેપારી છે. ત્રણેયને એવી આશા હતી કે ઈન્દ્રના ઘરમાં ઘણી રોકડ અને કિંમતી સામાન પણ હશે.

8 સપ્ટેમ્બરની રાત્રે પ્લાન મુજબ ત્રણેય જણા ચોરીના ઈરાદે ઈન્દ્રના ઘરમાં પ્રવેશ્યા હતા. ચોરી દરમિયાન દિપક શુક્લાને ઊંઘ આવવા લાગી હતી. તેણે તેના બે સાથીદારોને કહ્યું કે, તમે લોકો ચોરી કરીને સામાન પેક કરો, હું થોડીવાર સૂઈ જઈશ, જ્યારે તમે નીકળો તો મને જગાડી દેજો. દીપકને પોતાની સાથે લઈ જવાને બદલે તેના સાગરિતો સોનુ અને સુનીલ ઘરમાંથી ચોરીનો તમામ સામાન લઈને ત્યાંથી ભાગી ગયા હતા.

અહીં, દીપક શુક્લાએ આરામથી કપડાં ઉતાર્યા અને રૂમના ફ્લોર પર ઘસઘસાટ ઉંઘી ગયો. તે એટલો ઘસઘસાટ સૂઈ ગયો કે ક્યારે સવાર થઈ ગઈ તેની તેને ખબર પણ ન પડી. બીજી તરફ પાડોસી સબંધી રામજી તિવારીએ સવારે ઘરના ઝાડને પાણી આપવા માટે ઈન્દર કુમારના ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર આવ્યા તો જોયું કે દરવાજો અંદરથી બંધ હતો.

રામજી તિવારીને શંકા જતાં તેણે ઘરની અંદર જઈને જોયું તો બધી વસ્તુઓ ગમે તેમ પડી હતી. એક યુવક જમીન પર સૂતો હતો. રામજી સમજી ગયો કે ઘરમાં ચોરી થઈ છે, પણ તે અહીંયા કેવી રીતે સૂઈ રહ્યો છે. તેણે દીપકને જગાડ્યો અને પૂછ્યું કે તમે કોણ છો, રૂમમાં કેવી રીતે પ્રવેશ્યા.

આ સવાલ પર ચોર દીપક શુક્લાએ રામજી તિવારીને પૂછવાનું શરૂ કર્યું કે, તમે મારા ઘરમાં કેવી રીતે આવ્યા? મારી પત્ની અને બાળકો ક્યાં છે, તે સાંભળતા જ રામજીએ નજીકના પડોશીઓને બુમ પાડીને બોલાવ્યા. દીપકને પકડી લીધો હતો અને પછી પોલીસને બોલાવીને તેને સોંપવામાં આવ્યો હતો. પોલીસે દીપકની પૂછપરછ કરી હતી. તેણે જણાવ્યું કે, તે ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો. જ્યારે મને ઊંઘ આવી ગઈ ત્યારે હું સૂઈ ગયો. મારા બે મિત્રોએ ઘરમાં રાખેલો કીમતી સામાન ચોર્યો અને મને જાણ કર્યા વગર ત્યાંથી ભાગી ગયા છે.

નૌબસ્તા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સતીશ કુમાર પાંડેએ જણાવ્યું કે, દીપક પાસેથી મળેલી માહિતીના આધારે તેના સહયોગી સોનુ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે, ઘરમાંથી લગભગ 1.5 લાખ રૂપિયાનો સામાન ચોરાઈ ગયો હતો. બંને પાસેથી ચોરીનો કેટલોક સામાન પણ મળી આવ્યો છે. તેનો ત્રીજો સાથી હાલ ફરાર છે. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે.

ઈન્સ્પેક્ટર સતીશ કુમાર પાંડેએ જણાવ્યું કે, ચોર દીપક શુક્લા પોતાને ગણિતનો શિક્ષક બતાવે છે. તે કહે છે કે, પહેલા હું મેથ્સ ભણાવતો હતો, પરંતુ પછીથી મને કોચિંગમાંથી દૂર કરવામાં આવ્યો. હવે મારી પાસે કોઈ કામ નહોતું. અમને પૈસાની જરૂર હતી તેથી અમે ચોરી કરવા આવ્યા હતા. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp