અફેરથી નારાજ ભાઈએ સગી બહેનનું માથું ધડથી અલગ કરી પોલીસ સ્ટેશન પહોંચ્યો
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં પોતાની બહેનના પ્રેમ પ્રસંગથી નારાજ એક યુવકે ધારદાર હથિયારથી તેનું માથું ધડથી અલગ કરીને તેની હત્યા કરી દીધી. બહેનનું માથું લઈને પોલીસ સ્ટેશન જતી વખતે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી. પોલીસે તેની જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, ફતેહપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના મિઠવારા ગામના રહેવાસી રિયાઝ (ઉંમર 22 વર્ષ)એ પોતાની સગી બહેન આશિફા (ઉંમર 18 વર્ષ)નું માથું ધારદાર હથિયારથી વાર કરીને ધડથી અલગ કરી દીધું.
અપર પોલીસ અધિક્ષક (ASP) આશુતોષ મિશ્રાએ જણાવ્યું કે, પોલીસે આરોપી રિયાઝની ધરપકડ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે, આરોપીની બહેન આશિફાનું કથિત રીતે ગામના જ એક યુવક ચાંદ બાબુ સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો, જેનાથી નારાજ થઈને તેણે પોતાની બહેનનું ધારદાર હથિયારથી માથું કાપીને હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા મુજબ, આશિફાને થોડા દિવસ અગાઉ ચાંદ બાબુ પોતાની સાથે ભગાવી લઈ ગયો હતો, જો કે, ત્યારબાદ પોલીસે આશિફાને કસ્ટડીમાં લીધી હતી.
આશિફાના પરિવારજનોની ફરિયાદ પર ચાંદ બાબુ વિરુદ્ધ કેસ દાખલ કરીને તેને જેલ મોકલી આપવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, રિયાજ પોતાની બહેન અને ચાંદ બાબુના સંબંધોથી નારાજ હતો અને આ કારણે બંને વચ્ચે મોટા ભાગે ઝઘડો થયા કરતો હતો. આજે પણ બંને વચ્ચે એ જ વાતને લઈને બોલાબોલી થઈ અને ગુસ્સામાં આવીને રિયાજે ધારદાર હથિયારથી આશિફાનું માથું કાપીને નિર્દયી હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું કે, બહેનની હત્યા કર્યા બાદ રિયાજ તેનું માથું લઈને ઘરથી પોલીસ સ્ટેશન તરફ નીકળી પડ્યો અને ઘણા સમય સુધી પગપાળા ચાલતો રહ્યો.
જાણકારી મળતા જ પોલીસે તેની રસ્તાથી કાપેલા માથા સાથે ધરપકડ કરી લીધી. પોલીસના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચીને તપાસમાં લાગી ગયા છે. ASP આશુતોષ મિશ્રાએ કહ્યું કે, શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે અને આરોપી ભાઈની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે હાથમાં માથું લઈ જતા યુવકનો વીડિયો ક્ષેત્રમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાથી આખા ક્ષેત્રમાં ડર ફેલાઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે, પોતાની બહેનના ચાલ-ચલગતથી નારાજ થઈને તેની હત્યા કરી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp