7 લાશોની નીચે ફસાયો હતો નાનો ભાઈ, 2 દિવસ સુધી શોધતો રહ્યો મોટો ભાઈ, પછી...

PC: mirror.co.uk

ઓડિશાના બાલાસોરના ભોગરઈના દસ વર્ષીય દેબાશીષ પાત્રા, બહનાગા બજારમાં થયેલા ટ્રેન એક્સિડન્ટ બાદ સાત શવોની નીચે ફસાઈ ગયો હતો. તેના માથા અને ચેહરા પર ઈજા થઈ હતી. શનિવારે ગ્રામીણોની મદદથી તેના મોટા ભાઈએ તેને બચાવી લીધો. હાલ, તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં 270 કરતા વધુ લોકોના મોત થયા છે. આ ટ્રેન એક્સિડન્ટે સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. ઘટનાસ્થળની તસવીરો ખૂબ જ ભયાનક હતી. જોકે, આશરે 51 કલાક બાદ ફરીથી ટ્રેક પર ટ્રેનોનું આવાગમન શરૂ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં ઘણી એવી જિંદગીઓ પણ હતી, જેના બચવાની સ્ટોરી ખૂબ જ ભાવુક છે. એવી જ એક સ્ટોરી છે દસ વર્ષીય બાળકની, જેનો જીવ ખૂબ જ મુશ્કેલીથી બચ્યો.

બાલાસોરના ભોગરઈનો દસ વર્ષીય દેબાશીષ પાત્રા, બહનાગા બજારમાં થયેલા ટ્રેન એક્સિડન્ટ બાદ સાત શવોની નીચે ફસાઈ ગયો હતો. તેના માથા અને ચેહરા પર ઘણી ઈજાઓ આવી છે. શનિવારે ગ્રામીણોની મદદથી તેના મોટાભાઈએ તેને બચાવી લીધો. પાંચમાં ધોરણમાં ભણતા દેબાશીષની એસસીબી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સર્જરી વિભાગમાં સારવાર ચાલી રહી છે. તે શુક્રવારે કોરોમંડલ એક્સપ્રેસથી પોતાના પરિવારના સભ્યો સાથે ભદ્રક જઈ રહ્યો હતો.

દેબાશીષે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પિતાએ ભદ્રક માટે કોરોમંડલ એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હતી, જ્યાં કાકા અને કાકી અમને લેવા માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યાંથી અમે પુરી જવાનો પ્લાન બનાવ્યો હતો. મારા પિતા, માતા અને મોટા ભાઈએ યાત્રાની યોજના બનાવી હતી અને તે બધા જ મારી સાથે યાત્રા કરી રહ્યા હતા.

આ ઉપરાંત તેણે જણાવ્યું, શુક્રવારે સાંજે બાલાસોરથી ટ્રેન છૂટવાની થોડી મિનિટો બાદ, હું પોતાની મમ્મીની બાજુમાં બેઠો હતો અને અચાનક એક જોરદાર અવાજ આવ્યો, ત્યારબાદ એક જોરનો ઝટકો લાગ્યો અને બધે જ અંધારુ છવાઈ ગયુ. હું બેભાન થઈ ગયો. જ્યારે મેં પોતાની આંખો ખોલી, તો હું ભયાનક દર્દમાં હતો અને લાશોના ઢગલા નીચે ફસાયેલો હતો. જણાવી દઈએ કે, તેનો મોટો ભાઈ સુભાષીશ જે દસમા ધોરણનો વિદ્યાર્થી છે, ઘોર અંધારામાં તેને શોધતો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp