બહેનની સળગતી ચિતામાં કૂદી ગયો ભાઈ, પછી સ્મશાનમાં મચી ગઈ અફરાતફરી

રાજસ્થાનનાઆ ભીલવાડામાં બહેનની સળગતી ચિતા પર ભાઈ કૂદી ગયો. ઇમરજન્સીમાં ત્યાં ઉપસ્થિત લોકોએ તેને ચિતામાંથી બહાર કાઢ્યો અને ત્યારબાદ નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેનું આખું શરીર સળગી ગયું છે. અંતિમ સંસ્કાર દરમિયાન સ્મશાનમાં ઉપસ્થિત પરિવારજનોની આંખો ભાઈ બહેનના આ અતૂટ પ્રેમને જોતા ભીની થઈ ગઈ. આ ઘટના બાગોર પોલીસ સ્ટેશનના માંકિયાસ ગામની છે.
રિપોર્ટ્સ મુજબ, અહીંની રહેવાસી મીનાનું કોઈક કારણે મોત થઈ ગયું હતું. ત્યારબાદ તેના પરિવારજનો અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ ગયા. પૂરા રીત-રિવાજથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને ચિતાને આગ લગાવી દેવામાં આવી. ત્યારબાદ બધા લોકો થોડે દૂર જઈને બેસી ગયા. કેટલાક લોકો દુઃખી મનથી ત્યાં ઊભા રહેલા એક-બીજાનું મનોબળ વધારી રહ્યા હતા. મૃતિકાનો પિતરાઇ ભાઈ સુખદેવ ભીલ પણ ત્યાં ચિતા પાસે બેઠો હતો.
તે બધાની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ત્યારબાદ તેને ન જાણે શું થયું. તે અચાનક દોડીને પિતરાઇ બહેનની સળગતી ચિતામાં કૂદી ગયો. ઝડપથી પરિવારજનોએ સુખદેવને ખૂબ મુશ્કેલીથી ચિતામાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ તેને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. સુખદેવની સારવાર કરનારા ડૉક્ટરે કહ્યું કે, તે 100 ટકા સળગી ચૂક્યો છે, તેની સ્થિતિ ગંભીર છે.
અંતિમ સંસ્કારમાં પહોંચેલા પરિવારજન હીરા ભીલે જણાવ્યું કે, સુખદેવ પોતાની પિતરાઇ બહેન મીનાને ખૂબ પ્રેમ કરતો હતો. મીનાના મોત બાદ તે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. મોત બાદ પણ તે મીનાને એકલો છોડવા માગતો નહોતો. કદાચ તે પોતાની જિંદગી સમાપ્ત કરવા માટે જ મીનાની સળગતી ચિતામાં કૂદી ગયો. લોકોનું કહેવું છે કે બહેનના મોતનો આઘાત સહન ન કરી શક્યો અને આ ખતરનાક પગલું ઉઠાવી લીધું. એક તરફ લોકો બહેનની સળગતી ચિતા પર ભાઈના કૂદવાની ઘટનાને લઈને આઘાતમાં છે તો આજના સમયમાં આ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની પણ ચર્ચા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp