શવવાહન ન મળતા બહેનનું શવ બાઇક પર લઈ ગયો ભાઈ, પોલીસવાળો જોતો રહ્યો પણ ન કરી મદદ
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં એક ભાઈએ હોસ્પિટલમાંથી બહેનનું શવ બાઇક પર લઈ જવુ પડ્યું, કારણ કે તેના માંગવા પર પણ શવ વાહન આપવામાં ના આવ્યું. આથી, ભાઈ શવ લઈને પાંચ કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન પહોંચ્યો. જ્યાં તેણે બહેનના સુસાઇડ કરવાની જાણકારી આપી અને હોસ્પિટલ પ્રબંધનની ફરિયાદ કરી. યુવતી ઈન્ટરનો અભ્યાસ કરી રહી હતી. તેમા ફેલ થવાના ડરથી તેણે ગુરુવારે સાંજે ફાંસી લગાવી લીધી હતી. તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી, જ્યાં શુક્રવારે સવારે તેનું મોત થઈ ગયુ.
મામલો કોખરાજ પોલીસ સ્ટેશનના આંબેડકર નગર મોહલ્લાનો છે. મૃતકનું નામ નિરાશા (16) હતું. મૃતકના ભાઈ કુલદીપે જણાવ્યું કે, તેની બહેને ઈન્ટરની પરીક્ષા આપી હતી. પેપર સારા ગયા ન હતા આથી, તે ચિંતિત રહેતી હતી. થોડાં દિવસ પહેલા જ રિઝલ્ટ આવવાના સમાચાર મળ્યા, તો તેને ફેલ થવાનો ડર સતાવવા માંડ્યો હતો. ગુરુવારે તે અમારા લોકો સાથે ઘરમાં બેઠી હતી. થોડીવાર બાદ તે રૂમમાં જતી રહી. ઘણીવાર સુધી તે બહાર ના આવી, તો અમે રૂમમાં ગયા. ત્યાં જોયુ તો તે પંખામાં ફંદો નાંખીને લટકી હતી. તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. અમે તેને તરત જ તેજમતિ હોસ્પિટલ લઈ ગયા. શુક્રવારે સવારે તેનું મોત થઈ ગયુ.
ભાઈ કુલદીપે જણાવ્યું કે, હોસ્પિટલમાં બહેનની યોગ્ય રીત સારવાર કરવામાં આવી રહી ન હતી. એટલું જ નહીં, તેના મોત બાદ અમને લાંબુ બિલ પકડાવી દેવામાં આવ્યું. જ્યારે અમે લોકોએ આટલા પૈસા આપવાની ના પાડી તો તે લોકોએ શવ વાહન આપવાનો ઇન્કાર કરી દીધો. અમે લોકોએ અડધો કલાક સુધી રાહ જોઈ છતા પણ તે લોકો ના માન્યા. મામલામાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રમેશ પટેલે જણાવ્યું, કુલદીપ નામનો યુવક પોતાની બહેનના શવને પોલીસ સ્ટેશન લઈને પહોંચ્યો હતો. શવને કબ્જામાં લઈને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાંથી શવ વાહન ઉપલબ્ધ ન કરાવવાની વાત પરિવારજનોએ કહી છે. મામલામાં તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
કૌશાંબીના CMO ડૉ. સુસ્પેન્દ્ર સિંહે જણાવ્યું, પ્રાઇવેટ હોસ્પિટલ તેજમતિમાં દર્દીના મોત બાદ શવ વાહન ઉપલબ્ધ ન કરાવવાનો મામલો સામે આવ્યો છે. તપાસ એડિશનલ CMO સ્તરના ઓફિસરને સોંપવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ પ્રાઇવેટ હોસ્પિટલ સંચાલક વિરુદ્ધ કરક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp