લગ્નમાં મોત થયું હતું, હાઇકોર્ટના આદેશ પર પોલીસે શબને કબરમાંથી બહાર કાઢ્યું

રાંચીમાં પોતાના ભાઇના 20 દિવસ પહૈલા થયેલા મોતમાં હત્યાની આશંકા દર્શાવીને બહેને હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા તો હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો અને પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને તપાસ શરૂ કરી દીધી છે.

ઝારખંડના રાંચીમાં તાજેતરમાં એક યુવકનું લગ્ન સમારોહમાં મોત થયું હતું, એ પછી તેને દફનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ યુવકના પરિવારજનોએ હત્યાની આશંકા બતાવીને તપાસની માંગ કરી હતી. હાઇકોર્ટના આદેશ પર કેસ નોંધવામાં આવ્યો. હવે પોલીસે મૃતદેહને કબર ખોદીને બહાર કાઢ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ઝારખંડની રાજધાની રાંચીમાં થોડા દિવસો પહેલાં લગ્ન સમારોહમાં એક યુવકનું અચાનક મોત થયું હતું. એ પછી યુવકની અંતિમ ક્રિયા કરી દેવામાં આવી હતી. આ મામલે મૃતકની બહેને હત્યાની આશંકા બતાવીને તપાસની માગ કરી હતી. હાઇકોર્ટે આદેશ કરતા પોલીસે મંગળવારે શબને કબરમાંથી બહાર કાઢ્યું હતું અને ફોરેન્સીક અને પોસ્ટમોર્ટમ મોટા મોકલી આપ્યું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ, રાંચીના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ મિંજ નામના એક યુવકનું મોત થયું હતું, હવે પોલીસે આ કેસમાં શહેર  COની હાજરીમાં સરાયટાંડ વિસ્તારામાં આવેલા કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે. રાહુલ મિંજના મોત માટે પોલીસ ફોરેન્સીક તપાસ કરાવી રહી છે. રાહુલનું મોત કુદરતી હતું કે પછી હત્યા કરવામાં આવી હતી, તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

રાહુલ મિંજનું મોત 2 જૂને થઇ ગયું હતું, એ પછી તેના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ આ કેસમાં નવો મોડ ત્યારે આવ્યો જ્યારે મૃતક રાહુલની બહેન કુસુમે પોતાના ભાઇની હત્યા થઇ હોવાની આશંકા રાખીને હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ રાહુલના મોતના સંબંધમાં રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.હવે આ કેસમાં પોલીસે રાહુલનું મોત કુદરતી હતું કે પછી તેની પાછળ કોઈનું કાવતરું હતું તેની તપાસ શરૂ કરી છે. રાહુલ મિંજના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલવા માટે મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આખરે લગ્ન પ્રસંગની વચ્ચે જ અચાનક રાહુલનું મોત કેવી રીતે થઈ ગયું અને બીજા કોઈને તેની ખબર કેવી રીતે ન પડી? પોલીસ તપાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરશે કે શું આ પાછળ કોઈ કાવતરું હતું?

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.