લગ્નમાં મોત થયું હતું, હાઇકોર્ટના આદેશ પર પોલીસે શબને કબરમાંથી બહાર કાઢ્યું

રાંચીમાં પોતાના ભાઇના 20 દિવસ પહૈલા થયેલા મોતમાં હત્યાની આશંકા દર્શાવીને બહેને હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા તો હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો અને પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને તપાસ શરૂ કરી દીધી છે.
ઝારખંડના રાંચીમાં તાજેતરમાં એક યુવકનું લગ્ન સમારોહમાં મોત થયું હતું, એ પછી તેને દફનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ યુવકના પરિવારજનોએ હત્યાની આશંકા બતાવીને તપાસની માંગ કરી હતી. હાઇકોર્ટના આદેશ પર કેસ નોંધવામાં આવ્યો. હવે પોલીસે મૃતદેહને કબર ખોદીને બહાર કાઢ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં થોડા દિવસો પહેલાં લગ્ન સમારોહમાં એક યુવકનું અચાનક મોત થયું હતું. એ પછી યુવકની અંતિમ ક્રિયા કરી દેવામાં આવી હતી. આ મામલે મૃતકની બહેને હત્યાની આશંકા બતાવીને તપાસની માગ કરી હતી. હાઇકોર્ટે આદેશ કરતા પોલીસે મંગળવારે શબને કબરમાંથી બહાર કાઢ્યું હતું અને ફોરેન્સીક અને પોસ્ટમોર્ટમ મોટા મોકલી આપ્યું હતું.
જાણવા મળેલી માહિતી મુજબ, રાંચીના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ મિંજ નામના એક યુવકનું મોત થયું હતું, હવે પોલીસે આ કેસમાં શહેર COની હાજરીમાં સરાયટાંડ વિસ્તારામાં આવેલા કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે. રાહુલ મિંજના મોત માટે પોલીસ ફોરેન્સીક તપાસ કરાવી રહી છે. રાહુલનું મોત કુદરતી હતું કે પછી હત્યા કરવામાં આવી હતી, તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
રાહુલ મિંજનું મોત 2 જૂને થઇ ગયું હતું, એ પછી તેના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ આ કેસમાં નવો મોડ ત્યારે આવ્યો જ્યારે મૃતક રાહુલની બહેન કુસુમે પોતાના ભાઇની હત્યા થઇ હોવાની આશંકા રાખીને હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ રાહુલના મોતના સંબંધમાં રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.હવે આ કેસમાં પોલીસે રાહુલનું મોત કુદરતી હતું કે પછી તેની પાછળ કોઈનું કાવતરું હતું તેની તપાસ શરૂ કરી છે. રાહુલ મિંજના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલવા માટે મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આખરે લગ્ન પ્રસંગની વચ્ચે જ અચાનક રાહુલનું મોત કેવી રીતે થઈ ગયું અને બીજા કોઈને તેની ખબર કેવી રીતે ન પડી? પોલીસ તપાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરશે કે શું આ પાછળ કોઈ કાવતરું હતું?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp