વેચવા માટે ખેતરમાંથી 400 Kg ટામેટા ઘરે લાવ્યો, સવારે બોક્સ ગાયબ, ફરિયાદ નોંધાવી

મહારાષ્ટ્રના પુણેમાં એક ખેડૂતે 400 Kg ટામેટાની ચોરી થઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું કે, આ ચોરીને કારણે તેને લગભગ 20 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદી અરુણ ધોમેએ પોલીસને જણાવ્યું કે, રવિવારે પોતાના ખેતરમાંથી ટામેટાં તોડ્યા બાદ તે મજૂરોની મદદથી શિરુર તહસીલ સ્થિત પોતાના ઘરે લાવ્યો હતો. ધોમેએ જણાવ્યું કે, તે આ ટામેટાંને બજારમાં વેચવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ તે પહેલાં જ કોઈ ટામેટાંના બોક્સ ચોરી કરીને લઇ ગયા હતા.
ટામેટાના ભાવ આ દિવસોમાં આસમાને છે. જેના કારણે ટામેટાના સમાચાર હેડલાઇન્સમાં ચમક્યા કરે છે. મહારાષ્ટ્રના પુણેમાં એક ખેડૂતે ટામેટાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 400 Kg ટામેટાંની ચોરી અંગે ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તાજેતરના સપ્તાહમાં દેશભરમાં ટામેટાંના ભાવમાં ભારે વધારો થયા બાદ સતત આવા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.
મહારાષ્ટ્રના પુણેમાં એક ખેડૂતે ટામેટાંની ચોરીની ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું કે, આ ચોરીને કારણે તેને લગભગ 20 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદી અરુણ ધોમેએ પોલીસને જણાવ્યું કે, રવિવારે પોતાના ખેતરમાંથી ટામેટાં તોડ્યા બાદ તે મજૂરોની મદદથી શિરુર તહસીલ સ્થિત પોતાના ઘરે લાવ્યો હતો. ધોમેએ જણાવ્યું કે, તે આ ટામેટાંને બજારમાં વેચવાની યોજના બનાવી રહ્યો હતો, તે પહેલાં જ કોઈ ટામેટાંના બોક્સ ચોરી કરીને લઇ ગયું હતું.
ખેડૂત અરુણ ધોમેએ જણાવ્યું કે, જ્યારે તેઓ સોમવારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે 400 Kg વજનના ટામેટાંના 20 બોક્સ ગાયબ હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ધોમેએ શિરુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે અને ફરિયાદ નોંધાવી છે.' પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે.
પૂણેના અન્ય એક ખેડૂત તાજેતરમાં 3 કરોડ રૂપિયામાં ટામેટાંના 18,000 બોક્સ વેચીને ચર્ચામાં આવ્યા હતા. ઘણા રાજ્યોમાં ટામેટાં 100 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેના કારણે ટામેટાંનો પાક લાખો રૂપિયાનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેમની સંભાળ રાખવી પણ ખેડૂતો માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp