ટિકિટ ન મળી તો ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા પૂર્વ ડેપ્યુટી CM, યૌન શોષણ લાગેલો આરોપ

PC: hindustantimes.com

આ વર્ષના અંતે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં રાજ્યની સત્તા પર રહેલી કે. ચંદ્રશેખર રાવની પાર્ટીએ ફરીથી સત્તામાં આવવા માટે ચૂંટણીની જાહેરાત અગાઉ જ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ દરમિયાન જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાર્ટીના નેતા થાતિકોંડા રાજૈયાને જ્યારે પાર્ટીએ ટિકિટ ન આપી તો તેઓ પબ્લિક સામે જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ આ સમયે જે સીટ પરથી ધારાસભ્ય છે, પાર્ટીએ ત્યાંથી તેમની ટિકિટ કાપીને કાદિયમ શ્રીહરિને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

પોતાની ટિકિટ કપાયા બાદ નારાજ થાતિકોંડા રાજૈયા વર્તમાન સમયમાં ધાનપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. તેઓ ફરીથી પોતાની આ જ સીટ પરથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ થોડા મહિના અગાઉં જ એક સરપંચે તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પાર્ટીએ તેમની ટિકિટ કાપવાનો નિર્ણય લીધો. પાર્ટીના નિર્ણયથી એક તરફ જ્યાં તેમના વિરોધી ખુશ નજરે પડી રહ્યા છે, તો તેમના સમર્થકોમાં ખૂબ નારાજગી નજરે પડી રહી છે.

મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે સોમવારે 115 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉમેદવારોની જાહેરાત કરતા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું, અમારું અનુમાન છે કે, પાર્ટી 95 થી 105 સીટો પર જીત હાંસલ કરશે અને તેઓ ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન તેમણે ગઠબંધનને લઈને કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે તેમનો સહયોગ યથાવત રહેશે, તો તેમણે લોકસભાની ચૂંટણીને લઈને દાવો કર્યો કે, તેમની પાર્ટી રાજ્યની 17 માંથી 17 સીટ જીતવા માગે છે.

મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે જાહેરાત કરી કે, તેઓ બે સીટ ગજવેલ અને કામારેડ્ડીથી ચૂંટણી લડશે. આગામી થોડા મહિનામાં થનારી વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધી કરવામાં આવી નથી. પોતે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ 2 સીટ પરથી લડશે. BRSએ માત્ર ગોશામહલ, નામપલ્લી, નરસાપુર, જનગાંવ, સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી નથી. ઉમેદવારોની લિસ્ટ જાહેર કરતા KCRએ કહ્યું હતું કે, આજે સારો દિવસ છે. એટલે અમે ઉમેદવારોની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp