- National
- શાળામાં 8 વર્ષના માસૂમ સાથે હેવાનિયત, મજબૂત દોરાથી બાંધી દીધો પ્રાઈવેટ પાર્ટ
શાળામાં 8 વર્ષના માસૂમ સાથે હેવાનિયત, મજબૂત દોરાથી બાંધી દીધો પ્રાઈવેટ પાર્ટ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 8 વર્ષના એક બાળક સાથે તેના જ શાળામાં અભ્યાસ કરતા સીનિયર વિદ્યાર્થીઓએ કંઈક એવું કર્યું જેણે હેવાનિયતને પાર કરી દીધું. આરોપ છે કે 4 સિનિયર વિદ્યાર્થીઓએ મળીને આ માસૂમ બાળકના પ્રાઈવેટ પાર્ટને નાયલોન દોરાથી બાંધી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાળકનો પ્રાઈવેટ પાર્ટ ઘણા દિવસો સુધી આ રીતે જ દોરા વડે બાંધેયેલો રહ્યો હતો અને તેને દુખાવો પણ થઈ રહ્યો હતો. આ દરમિયાન બાળકને નવડાવતી વખતે તેના માતા-પિતાએ તેના પ્રાઈવેટ પાર્ટ પર દોરો બાંધેલો જોયો. જ્યારે તેણે આ અંગે બાળકને પૂછપરછ કરી તો તેણે જે વાત કહી તે સાંભળીને તેમના હોશ ઉડી ગયા. તેઓ તરત જ તેને સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી પોલીસને તેની જાણ કરવામાં આવી.
સફદરજંગ હોસ્પિટલના ડૉક્ટરોએ બ્લેડની મદદથી બાળકના લિંગ પર બાંધેલો દોરો કાપી નાખ્યો. આ બાળક બીજા ધોરણનો વિદ્યાર્થી છે, જે દિલ્હીના કિદવઈ નગર વિસ્તારની એક શાળામાં અભ્યાસ કરે છે. તેની હાલત અત્યારે ઠીક છે. પોલીસે આ સંદર્ભે કેસ નોંધ્યો છે અને આ અંગે શાળાના સ્ટાફ પાસેથી માહિતી પણ લીધી છે.

દક્ષિણ દિલ્હીના ડીસીપી ચંદન ચૌધરીના જણાવ્યા અનુસાર, આ 8 વર્ષનો બાળક કિદવઈ નગરની અટલ આદર્શ સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. શાળામાં બાળક સાથે તેના પ્રાઈવેટ પાર્ટની આસપાસ નાયલોન પ્રકારનો દોરો તેના સાથી વિદ્યાર્થીઓ દ્વારા બાંધવામાં આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી હતી. બાળકના માતા-પિતાને 28 ડિસેમ્બરના રોજ તેને સ્નાન કરાવતા સમયે તેની જાણ થઈ હતી, ત્યારબાદ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી પીસીઆરનો ફોન થયો.
તેમણે કહ્યું કે બાળકની સ્થિતિ સામાન્ય છે, પરંતુ ડોક્ટર તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બાળક તે છોકરાઓ વિશે કશું કહી શકતો નથી, તેથી આરોપીને ઓળખવા માટે બાળક સાથે શાળાની મુલાકાત લેવામાં આવશે.

