BSFના જવાનનું પાડાના વાંકે મોત થયું, 55 દિવસ સુધી જિંદગી સામે જંગ લડી
Border Security Force (BSF) માં 34 વર્ષથી સેવા કરનાર એક જવાનને દુશ્મનોની ગોળીઓ તો ન હરાવી શકી, પરંતુ એક પાડાના વાંકે આ બહાદુર જવાને જીવ ગુમાવવો પડ્યો છે.
મૂળ હરિયાણાના કરનાલના અને રાજસ્થાનના બાડમેરમાં તૈનાત BSFના એક જવાનનું 55 દિવસની સારવાર દરમિયાન મોત થયું છે. BSFના આ જવાનને રોટલી આપતી વખતે બળદે ટક્કર મારી હતી. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. શનિવારે સાંજે જ્યારે સૈનિકનો મૃતદેહ હરિયાણા કરનાલના સૂરજ નગર પહોંચ્યો તો દરેકની આંખો ભીની થઈ ગઈ. લોકોના હાથમાં ત્રિરંગા જોવા મળ્યા અને ભારત માતાના નારા સંભળાયા હતા.
રાજસ્થાનના બાડમેરમાં તૈનાત BSFના જવાને 55 દિવસ સુધી જિંદગી અને મોત સામે જંગ લડી, પરંતુ આખરે હારી ગયા હતા. ભલે દુશ્મનની ગોળીઓ આ વીર જવાનને ન હરાવી શકી, પરંતુ તેઓ જિંદગીની જંગ હારી ગયા. BSFના જવાન આનંદ પ્રકાશ બળદને રોટલી ખવડાવી રહ્યા હતા ત્યારે બળદે અચાનક તેમની પર હુમલો કરી દીધો હતો અને આંનંદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોધપુર એઇમ્સમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.
શનિવારે આનંદ પ્રકાશનો પાર્થિવ દેહ તેમના વતન કરનાલ પહોંચ્યો ત્યારે લોકોની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા. લોકોએ ભારે હૈયે વીર જવાનને વિદાય આપી હતી. આનંદ પ્રકાશના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે જવાનને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા ત્યારે ભારત માતા કી જયના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
કરનાલના સૂરજ નગરમાં રહેતા 53 વર્ષના આનંદ પ્રકાશ છેલ્લા 34 વર્ષથી BSFમાં ફરજ બજાવતા હતા. આ દિવસોમાં તેઓ રાજસ્થાનના બાડમેરમાં પોસ્ટેડ હતા. 16મી જુલાઈના રોજ સવારે તેઓ ગાયને રોટલી ખવડાવવા ગયા હતો. આ દરમિયાન બળદે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને ગરદન પર ભારે ઇજા થઇ હતી. જવાનને સારવાર માટે જોધપુરની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિમાં સુધારો થઈ શક્યો ન હતો.
દેશની સેવામાં BSFમાં 34 વર્ષ ન્યોછાવર કરનાર આનંદ પ્રકાશને 3 સંતાનો છે. જ્યારે આનંદ પ્રકાશના મોતના સમાચાર સામે આવ્યા ત્યારે પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો હતો. પરિવારના લોકો રડી રડીને અડધા થઇ ગયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આનંદ પ્રકાશ બહાદુર સિપાઇ હતા તેમના પરિવારના સભ્યો આનંદ પ્રકાશની બહાદુરીના કિસ્સા ગામના લોકોને સંભળાવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp