BSFના જવાનો સાથે સ્પેશિયલ ટ્રેનમાં મોકલાયા ઘેટા, બકરાં,કૂતરા, સસલા

PC: dnaindia.com

BSFની 120 બટાલિયન દ્વારા વિશેષ ટ્રેનમાં જવાનોની સાથે જ 23 સસલા, 21 ઘેટાં, 20 મરઘા, 8 પક્ષી. 3 કૂતરા, 2 બતક અને 1 બકરીને FTR હેડઓફિસ BSF ત્રિપુરાના ફટિકચેરાથી FTR હેડઓફિસ BSF જમ્મૂ અંતર્ગત આરએસ પુરા લાવવામાં આવ્યા હતા. તેને ટાળી શકાતું હતું. તેને કારણે સરકારી ખજાનાને નુકસાન થયુ અને સાથે જ મેન પાવર અને સરકારી સંશાધનોનો દુરુપયોગ થયો છે. આ સંબંધમાં News18 દ્વારા એક્સેસ કરવામાં આવેલા એક આધિકારીક આદેશમાં ઘણી મહત્ત્વની વાતો કહેવામાં આવી છે. મામલાની તપાસની માંગ કરવામાં આવી છે.

તપાસ શરૂ કર્યા બાદ આદેશમાં કહેવામાં આવ્યું છે કે અતિરિક્ત મેન પાવર, જેનો સારા ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરી શકાતો હતો પરંતુ, તેનો ઉપયોગ પશુધનને જાળવી રાખવા અને પાળવા માટે કરવામાં આવ્યો, જે પ્રશિક્ષિત સીમા પુરુષોનો દુરુપયોગ અને તેની ગરિમાને ઓછું કરવા બરાબર છે. જોકે, તેના પર સેનાના પ્રવક્તા અને આઈજી જમ્મૂએ કોઈ પ્રતિક્રિયા નથી આપી. તપાસ રિપોર્ટ 4 જૂન સુધી સોંપવાનો હતો. તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ઘેટાં, બકરી, સસલા, બતક, કૂતરા, પક્ષી અને ચિકનને સીમા સુરક્ષા દળના જવાનો સાથે એક વિશેષ ટ્રેનમાં ત્રિપુરાથી જમ્મૂ- કાશ્મીર લઈ જવામાં આવ્યા હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ અતિરિક્ત ભારનો બોજો હતો અને દળનો ખર્ચો વધારો દીધો, જેને ટાળી શકાતો હતો. આ રીતે વિવેકપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી, જેનાથી સરકારી ખજાનાને નુકસાન થયુ અને સાથે જ મેન પાવર અને સરકારી સંશાધનોનો દુરુપયોગ થયો. સુત્રોના જણાવ્યા અનુસાર, સીનિયર્સ, પશુઓને ટ્રેનમાં લઈ જવા પર અડ્યા હતા અને તેને લોડ કરવા માટે વધારાની શ્રમશક્તિ તહેનાત કરી રહ્યા હતા. બીજી તરફ, તપાસ શરૂ કરવાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વધારાના મેન પાવર જેનો ઉપયોગ સારા ઉદ્દેશ્ય માટે કરી શકાતો હતો, તેનો દુરુપયોગ પશુધન લાવવા અને પાલન માટે કરવામાં આવ્યો, જે પ્રશિક્ષિત સીમા પુરુષોનો દુરુપયોગ અને તેની ગરિમાને ઓછી કરવા સમાન છે.

મોટી સંખ્યામાં સૈનિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થાનાંતરિક કરવા માટે અર્ધસૈનિક દળોને વિશેષ ટ્રેનો પ્રદાન કરવામાં આવે છે. જમ્મૂ અને કાશ્મીર જેવી જગ્યાઓ પર દળોને આવી વ્યવસ્થા માટે ઘણી આવશ્યકતાઓની જરૂર હોય છે. એવી ટ્રેનની સુરક્ષા માટે ઉચ્ચ પ્રશિક્ષિત BSF જવાનોને તહેનાત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp