26th January selfie contest

સામાન્ય જનતાની આશાઓ પર લાગી શકે છે ઝટકો,જેવું વિચાર્યું હતું તેવું નહીં હોય બજેટ

PC: fortuneindia.com

દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી અગાઉ આ છેલ્લું પૂર્ણ બજેટ છે, જેને લઇને જાત-જાતની અટકળો લગાવવામાં આવી રહી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ બજેટ લોકલોભમણું નહીં હોય કેમ કે નાણા મંત્રાલય એ બિંદુઓ પર ભાર આપશે, જ્યાં ગયા વર્ષે ઓછા ફંડિંગની ફાળવણી કરવામાં આવી હતી. અત્યાર સુધી એવું ચલણ જોવા મળ્યું નથી કે ચૂંટણી બરાબર પહેલા લોકલોભમણીવાળું બજેટ રજૂ કર્યું હોય. છેલ્લા 20 વર્ષોમાં સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા પૂર્ણ કાલીન બજેટના 4 બજેટોમાંથી માત્ર 2 બજેટોમાં રક્ષા અને પાયાના ઢાંચાની તુલનામાં ગ્રામીણ ખર્ચ પર વધારે પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે.

સામાજિક ક્ષેત્રમાં માત્ર એક ચૂંટણી પૂર્વ બજેટ પર પૂરતા પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. વર્ષ 2008માં પહેલી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારે એક બજેટ જાહેર કર્યું હતું, જે પબ્લિક વેલફેર પર આધારિત હતું. NDA સરકારના કાર્યકાળ દરમિયાન રક્ષા પર ખર્ચ વર્ષ 2000-03ની એવરેજ 18 ટકાથી ઘટીને 2003-04માં બજેટ હિસ્સાનો 15.2 ટકા થઇ ગયો. ગ્રામીણ અને કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચમાં પણ આ જ સ્થિતિ નજરે પડી. ઇન્ફ્રાસ્ટ્રકચર પર થનારા ખર્ચને વધારવામાં આવ્યો હતો.

UPA-1 સરકારે રક્ષા અને પાયાના ઢાંચા પર ઓછો ખર્ચ કર્યો હતો, તો કલ્યાણકારી યોજનાઓ પર થનાર ખર્ચને વધાર્યો હતો. વર્ષ 2008-09માં ગ્રામીણ ક્ષેત્રોમાં થનારો ખર્ચ વર્ષ 2005-08ના એવરેજ 9.2 ટકાથી વધીને 16.2 ટકા સુધી પહોંચી ગયો હતો.

કેમ લોકલોભામણું બજેટ નહીં હોય?

આ બજેટ એટલે લોભામણું નહીં હોય કેમ કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે પૈસા ખર્ચ કરવાની તૈયારી કરી રહી છે. સરકાર વિકાસ પર ભાર આપી રહી છે, આ કારણે ટેક્સ અને બીજા સેક્ટરમાં જનતાને રાહત નહીં મળી શકે. અર્થશાસ્ત્રી અનીતા રંગને જણાવ્યું કે, એક દશકમાં સરકારોએ લોકલોભામણા બજેટ રજૂ કરવાના કારણે સંરચનાત્મક સુધારો પર વધારે ધ્યાન આપ્યું છે. ચૂંટણીના બરાબર પહેલા પણ સરકારો સામાન્ય રીતે એમ કરતી નથી. આખા વર્ષનું બજેટ લોકલોભામણું એટલે પણ હોતું નથી કેમ કે યોજનાઓ માટે ફાળવણી કરવામાં આવતી રકમ દીર્ઘકાલિક હોય છે.

જેમ વર્ષ 2021-22 થી વર્ષ 2025-26 સુધી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇફ્રાસ્ટ્રક્ચર માટે યોજના તૈયાર કરવામાં આવી છે. એ જરૂરી નથી કે આ જ સરકાર આગામી વર્ષોમાં પણ રહે. જે પણ સરકાર હશે આ યોજનાઓ પર ખર્ચ થઇ રહેલી રકમ ઓછી નહીં કરે. સરકાર પર ગ્રામીણ ક્ષેત્રો માટે વધારે રકમ ફાળવણી કરવાનો હંમેશાં બદલાવ રહ્યો છે. NDA સરકાર હાલમાં પાયાના ઢાંચાને દુરુસ્ત કરવા પર કામ કરી રહી છે.

તો આ પહેલા UPA સરકારે સામાજિક વ્યયનું વધુ ધ્યાન રાખ્યું હતું. એમ.કે. ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસના પ્રમુખ અર્થશાસ્ત્રી માધવી અરોડા મુજબ, ફિસ્કલ કન્સોલિડેશન, લોનનો વધારે દર, ટેક્સ રેવેન્યૂમાં બદલાવ, વધતા ખર્ચને જોતા બજેટ લોકલોભામણું હોવાની આશા ઓછી છે. ગ્રામીણ ક્ષેત્ર અત્યારે પણ કોરોના મહામારીના દુષ્પ્રભાવોથી ઝઝૂમી રહ્યા છે. એવામાં સરકાર ગ્રામીણ સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દુરુસ્ત કરવા પર વધારે ભાર આપી શકે છે. ગામ-વિસ્તારોમાં વિકાસની ગતિ થોભી છે. બજેટ 2023થી સામાન્ય વ્યક્તિના બજેટ લોકલોભામણું હોવાની ઓછી રાખવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp