બજેટ બાદ શું-શું થશે સસ્તું? બીજી તરફ 35 સામાનોની કિંમત વધારવાની તૈયારી

PC: thenewsminute.com

આત્મનિર્ભર ભારતની ઝુંબેશને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે આ વખતે બજેટ-2023માં આયાત કરવામાં આવનારા ઘણા પ્રકારના સામાનો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ પગલાંથી સરકારની મેક ઈન ઈન્ડિયા ઝુંબેશને મદદ મળશે અને ઘરેલૂં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે.

આયાતને ઓછી કરવા અને ઘરેલૂં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર 35 સામાનો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની તૈયારી કરી રહી છે. તેમા પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક આઈટમ, પ્લાસ્ટિકનો સામાન, જ્વેલરી, હાઈ-ગ્લાસ પેપર અને વિટામિન જેવી આઈટમ સામેલ છે.

સરકારની જે સામાનો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની યોજના છે, તેનું લિસ્ટ અલગ-અલગ મંત્રાલયો પાસેથી મળ્યું છે. આ લિસ્ટની સમીક્ષા બાદ માનવામાં આવી રહ્યું છે કે સરકારે 35 આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવાનું મન બનાવી લીધુ છે. તેનું એક કારણ છે કે આ સામાનોના ભારતમાં નિર્માણને વધારવા માટે તેની આયાત મોંઘી કરવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઘણા મંત્રાલયો પાસેથી એ આયાતિત બિન-જરૂરી સામાનોનું લિસ્ટ બનાવવા માટે કહ્યું હતું જેના પર કસ્ટમ ડ્યૂટી વધારી શકાય છે.

સરકાર ચાલુ ખાતાની ખોટને લઈને પણ આયાતને ઓછી કરવાના પ્રયત્નોમાં જોતરાઈ છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચાલુ ખાતાની ખોટ 9 મહિનાના ઉચ્ચતમ સ્તર 4.4 ટકા પર પહોંચી ગઈ હતી. હેલોયટે હાલમાં જ જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું હતું કે, ચાલુ ખાતાની ખોટમાં વધારાની આશંકા જળવાયેલી છે. વધતા ઈમ્પોર્ટ બિલના જોખમ ઉપરાંત, એક્સપોર્ટ પર પણ 2023-24માં મોંઘવારીનું દબાણ વધવાની આશંકા છે. લોકલ ડિમાન્ડે જે રીતે એક્સપોર્ટ ગ્રોથને પછાડી છે તેના પરથી અનુમાન છે કે મર્ચન્ડાઈઝ ટ્રેડ ડેફિસિટ 25 અબજ ડૉલર પ્રતિ મહિના રહી શકે છે. આ આંકડો ચાલુ ખાતાની ખોટને GDPના 3.2થી 3.4 ટકા બરાબર રાખવામાં સફળ થઈ શકે છે.

અલગ-અલગ સેક્ટર્સમાં એવી આઈટમ્સ પર ડ્યૂટી વધારવામાં આવી શકે છે, જે અનિવાર્ય જરૂરિયાતના સામાનોની શ્રેણીમાં નથી આવતી. આ ઉપરાંત, સરકારે લો ક્વોલિટી પ્રોડક્ટ્સના ઈમ્પોર્ટને ઘટાડવા માટે ઘણા સેક્ટર્સમાં આયામ તૈયાર કર્યા છે. તેમા સ્પોર્ટ ગુડ્સથી લઈને, વુડન ફર્નિચર અને પોર્ટેબલ પાણીની બોટલો સામેલ છે. આ ઘરેલૂં અને ઈન્ટરનેશનલ બંને પ્રકારના મેન્યુફેક્ચર્સ માટે સમાન છે. આ સ્ટાન્ડર્ડના કારણે ચીનથી આવનારા ઘણા સસ્તા સામાનોની આયાત ઘટી શકે છે જે થોડાં સમય માટે તેને મોંઘુ બનાવી શકે છે.

2014માં લોન્ચ કરવામાં આવેલા મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને પણ મજબૂત કરવાના ઈરાદાથી સરકાર ડ્યૂટી વધારાનો નિર્ણય લઈ શકે છે. અગાઉના બજેટમાં પણ નાણા મંત્રીએ નકલી જ્વેલરી, છત્રી અને ઈયરફોન જેવા ઘણા સામાનો પર આયાત ડ્યૂટી વધારીને તેના ઘરેલૂં મેન્યુફેક્ચરિંગને મજબૂત કરવા પર ભાર આપ્યો હતો. એવામાં આ વર્ષે પણ ઘણા બીજા સામાનો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાનું નક્કી છે અને પછી તેના મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સને ફાયદો મળી શકે છે.

Ministry of Commerce and Industry એ રત્ન અને આભૂષણ સેક્ટર માટે ગોલ્ડ અને કેટલાક અન્ય સામાનો પર આયાત ડ્યૂટી ઘટાડવાની ભલામણ કરી છે. તેનાથી દેશમાંથી જ્વેલરી અને બીજા ફિનિશ પ્રોડક્ટના એક્સપોર્ટને વધારવામાં મદદ મળશે. ગત વર્ષે બજેટમાં સરકારે સોના પર આયાત ડ્યૂટીને 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી. સરકારે એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સેક્ટરમાં કસ્ટમ ડ્યૂટીને નાબૂદ કરી દીધી હતી.

આ વખતના બજેટમાં દેશની ઘરેલૂં જ્વેલરી ઈન્ડસ્ટ્રીને સરકાર ઘણા મોરચા પર રાહત આપી શકે છે. તેમા કાચા માલની આયાતથી લઈને તૈયાર માલના એક્સપોર્ટ સુધીમાં જ્વેલરી ઈન્ડસ્ટ્રીને ફાયદો પહોંચાડવામાં આવી શકે છે. જો વાત કરીએ ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડ્સની તો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટર્સની ડિમાન્ડ છે કે, બજેટમાં લેબ ડાયમંડ્સના કાચામાલ પર આયાત ડ્યૂટીને દૂર કરવી જોઈએ. આ સાથે જ જ્વેલરી રિપેર પોલિસીની જાહેરાતની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, સરકારને સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં હીરાના વેચાણને અનુમાનિત ટેક્સ લગાવવાની સલાહ પણ આપી છે અને SEZ માટે લાવવામાં આવી રહેલા નવા દેશ વિધેયકને લાગૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીએ બજેટમાં ડાયમંડ પેકેજની જાહેરાતની ભલામણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp