બાલકૃષ્ણ પાણીનું બિલ ન ભરી શક્યો તો અધિકારીઓ તેની ભેંસ લઈ ગયા
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બાકી બિલની વસૂલીની અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ પાણીનું બિલ ન ચૂકવી શક્યો તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તેની ભેંસ છોડીને લઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે, પાણીનું લગભગ 1 લાખ 29 હજાર રૂપિયા બિલ જમા કરી શકતો નહોતો. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તેની ભેંસને જપ્ત કરી લીધી. આ સમયે ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં પ્રોપર્ટી ટેક્સ, પાણી બિલના બાકી બિલોની વસૂલી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
એ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી વોર્ડ નંબર-35ના ડલિયાવાળા મોહલ્લામાં રહેતા ડેરી સંચાલક બાલકૃષ્ણ પાલના ઘરે પહોંચી ગયા હતા. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ડેરી સંચાલક બાળકૃષ્ણ પાલને બાકી 1.29 લાખ જમા કરાવવા માટે કહ્યું તો તેણે તેમાં પોતાની અસમર્થતા દેખાડી. તેણે કહ્યું કે, તેની પાસે અત્યારે આટલા પૈસા નથી. ત્યાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓની નજર તેના ઘર પર રહેલી એક ભેંસ પર પડી. અધિકારીઓએ ડેરી સંચાલકને કહ્યું કે, જો તે બિલ નથી ચૂકવી શકતો તો ભેંસ લઈ જઈશું.
અધિકારીઓએ માત્ર એમ કહ્યું જ નહીં, કર્યું પણ ખરું. તેઓ ભેંસને છોડીને લઈને જતા રહ્યા. મ્યુનિસિપલ કોર્પોરેશનની વસૂલી સ્ટાફના સહાયક યંત્રી કે.સી. અગ્રવાલે જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ પહેલા ભેંસને જપ્ત કરી અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત લાલ ટિપારા સ્થિત આદર્શ ગૌશાળામાં છોડી દીધી છે, જ્યાં સુધી તે પાણીનું બિલ નહીં ભારે, ત્યાં સુધી તેની ભેંસ પાછી આપવામાં નહીં આવે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલી અભિયાનમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કિશોર કન્યાલનું કહેવું છે કે, ગ્વાલિયર સતત વસૂલી અભિયાનમાં પાછળ રહી જાય છે અને તેનું સૌથી મોટું કારણ છે કે ઉપભોક્તા સંપત્તિ વેરો અને જળ વેરાને ભરવામાં આનાકાની કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખત વસૂલી અભિયાન સખ્તાઈ દેખાડીને કારવામાં આવી રહી છે, જેથી વધારેમાં વધારે વસૂલી થઈ શકે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનની સીમામાં મંજૂરી વિના જાહેરાત કારનારાને સતત મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે.
મનીષ સેલ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસની રકમ 1 લાખ 7 હજાર 900 રૂપિયા પાલિકા કોષમાં જમા કરાવી દેવામાં આવી છે. જાહેરાત વિભાગે નિકુંજ મોટર્સ અને ખટાના હોમિયોપેથી ક્લિનિકને અગાઉ મંજૂરી વિના જાહેરાત કરવા પર દંડ જમા કરવા માટે નોટિસ આપી હતી. જે અત્યાર સુધી ભરવામાં આવ્યા નથી, જેના કારણે ઉપરોક્ત બંને સંસ્થાઓના મેનેજમેન્ટને કલમ 174 હેઠળ સોમવારે નોટિસ જાહેર કરીને 15 દિવસની અંદર દંડની રકમ ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નહિતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp