કુલ્લૂમાં સતત વરસાદથી ભારે તબાહી, 26 સેકન્ડમાં પડી ગઈ 7 ઇમારતો, જુઓ વીડિયો

PC: twitter.com/SukhuSukhvinder

હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલા વરસાદથી ભારે તબાહી મચી છે. હવે કુલ્લૂથી ઇમારતોમાં મોટું નુકસાન થવાની જાણકારી સામે આવી છે. કુલ્લૂમાં ગુરુવારે 24 ઑગસ્ટના રોજ ભારે વરસાદના કારણે ઘણા બહુમાળી ઇમારતો પડી ગઇ. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક બાદ એક ઇમારતો પડતી નજરે પડી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ વીડિયો કુલ્લૂના અન્ની વિસ્તારમાં સ્થિત એક બસ સ્ટેન્ડ પાસેનો છે. અહી સ્થિત ઇમારતોને સતત થઈ રહેલા વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, અહીં એક બાદ એક 7 બહુમાળી મકાન પડી જાય છે અને તેમને પડવામાં માત્ર 26 સેકન્ડ લાગે છે.

સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, સતત થઈ રહેલા વરસાદના કારણે આ ઇમારતોમાં તિરાડ પડી ગઈ હતી. આ કારણે 3 દિવસ અગાઉ જ તેમને ખાલી કરાવવામાં આવ્યા હતા. અત્યારે પણ ઘણી ઇમારતો પર જોખમ મંડરાઈ રહ્યું છે. તબાહીના આ વીડિયોને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખાવિંદર સિંહ સૂક્ખૂએ પણ શેર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ધ્યાન આપવા જેવી વાત એ છે કે પ્રશાસને જોખમવાળી ઇમારતોની ઓળખ કરીને તેમને પહેલા જ ખાલી કરાવી દીધી હતી. મનમીત અરોડા મુજબ, હિમાચલ પ્રદેશની રાજધાની શીમલામાં વરસાદથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહી આ ચોમાસું સીઝનમાં 2017 મિલીમીટરથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. તેનાથી શિમલાામાં 122 વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે.

હિમાચલનાં મંડી, શિમલાા અને સોલનમાં ગયા વર્ષે 24 કલાકમાં વાદળ ફાટવાની 4 ઘટનાઓ થઈ છે. રાજ્યમાં એક દિવસમાં 11 લોકોએ વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં જીવ ગુમાવી દીધા. તેમાંથી 3ના મોત શિમલાામાં અને 8ના મોત મંડીમાં થઈ છે. રિપોર્ટ્સ મુજબ, આ દરમિયાન લગભગ 2 ડઝન વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ભૂસ્ખલનની વધતી ઘટનાઓના કારણે શિમલામાં ઘણા રસ્તાઓને સાવધાનીના ભાગ રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના ઘણા ઘરોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે.

શિમલાા સિવાય હિમાચલના હમીરપુર, મંડી અને સોલનમાં પણ ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ થઈ છે. આ કારણે રાજ્યમાં 3 નેશનલ હાઇવે બંધ થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 300 કરતા વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 10 હજાર કરતા વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં રાજ્યમાં લગભગ 10 હજાર કરોડનું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp