બોલો કોર્ટની જમીન પર ગેરકાયદેસર પોલીસ સ્ટેશન બનાવી દેવાયું, ચાલ્યું બુલડોઝર

PC: zeenews.india.com

ઉત્તર પ્રદેશ જિલ્લામાં પોલીસ સ્ટેશન પર પ્રશાસનનો બુલડોઝર ચાલ્યો છે. પોલીસ સ્ટેશનની ઇમારતનો એક હિસ્સો કોર્ટની જમીન પર બનાવ્યો હતો. જેના કારણે હવે આ હિસ્સાને બુલડોઝરથી પાડી દેવામાં આવ્યો. આ આખી કાર્યવાહી જજ અને હાઇ કોર્ટના આદેશ બાદ કરવામાં આવી. બુલડોઝર એક્શનના સમયે ઘટનાસ્થળ પર SDM, મામલતદાર અધિકારી સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. આખી ઘટના શાહાબાદ પોલીસ સ્ટેશનની છે.

અહી મુન્સિફ કોર્ટની જમીન પર ગેરકાયદેસર રૂપે બનેલું પોલીસ સ્ટેશન ભવનનો અડધો ડઝન હિસ્સો ગત દિવસોમાં પાડી દેવામાં આવ્યો. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ સ્ટેશનના ભવન પર બુલડોઝર ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહાબાદ તાલુકામાં પોલીસ સ્ટેશન નજીક જ મુન્સિફ કોર્ટ બનેલી છે. તેની કેટલીક જમીન ખાલી પડી ગઈ હતી. મુન્સિફ કોર્ટની ઇમારત તો છેલ્લા 2 દશકથી બનેલી છે, પરંતુ તેમાં કોઈ કામકાજ થતું નથી.

તેના કેટલાક હિસ્સા પર સ્ટેમ્પ વેન્ડર અને વકીલોએ કબજો કરી રાખ્યો હતો. પોલીસ સ્ટેશનના લોકોએ પણ કોર્ટની જ જમીન પર મહિલા હેલ્પ ડેસ્ક અને પોલીસ ઇન્સ્પેક્ટરની ઓફિસ બનાવી લીધી હતી. હાલમાં જ જિલ્લા જજ રાજકુમાર સિંહે મુન્સિફ કોર્ટના ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને કરવેરા વિભાગની ટીમને નિર્દેશ આપ્યો હતો કે જમીન માપણી કરાવીને દબાણ હટાવવામાં આવે. એ હેઠળ 24 ઑગસ્ટના રોજ પોલીસ સ્ટેશનના એ હિસ્સાને બુલડોઝરથી પાડી દેવામાં આવ્યું જે કોર્ટની જમીન પર બનેલું હતું.

તપાસમાં જાણવા મળ્યું કે શાહાબાદ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષકનું આવાસ, પ્રભારી નિરીક્ષકની અડધી ઓફિસ અને મહિલા હેલ્પ ડેસ્ક સહિત મેન ગેટ સુધી મુન્સિફ કોર્ટની જમીન પર બનેલા છે. ત્યારબાદ SDM પૂનમ ભાસ્કરની આગેવાનીમાં પ્રશાસનની ટીમે બુલડોઝરે આખા દબાણને હટાવી દીધું. સૌથી પહેલા શાહાબાદ પોલીસ સ્ટેશનના મેન ગેટને બુલડોઝરથી પાડી દેવામાં આવ્યો. ત્યારબાદ તેનાથી નજીક ડેસ્ક ભવનને પણ પાડી દેવામાં આવ્યું. હાલમાં બાકીનું ગેરકાયદેસર નિર્માણ પાડવા માટે પોલીસને પણ થોડો સમય આપી દેવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશન પરિસરમાં બુલડોઝર ચાલતો જોઈને લોકો ઘટનાસ્થળ પર જમા થઈ ગયા હતા. આ બાબતે અપર જિલ્લાધિકારી પ્રિયંકા સિંહે કહ્યું કે, આ જમીન મુન્સિફ કોર્ટ સાથે ગ્રામ સભા માટે અલોટ કરી હતી. કોર્ટનું નિર્માણ જ્યારે શરૂ કરવામાં આવ્યું તો પોલીસ સ્ટેશનનો કેટલો હિસ્સો મુન્સિફ કોર્ટની જમીનમાં આવી રહ્યો હતો. હવે જ્યારે કોર્ટની બાઉન્ડ્રીનું નિર્માણ થયું તો પોલીસ સ્ટેશનનો એટલો હિસ્સો તોડવવામાં આવ્યો. કોર્ટના નિર્દેશન ક્રમમાં હવે મુન્સિફ કોર્ટની બાઉન્ડ્રીનું નિર્માણ કરાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp